Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદ પોલીસ કમિશનર ઓફિસના 8 જવાન કોરોનાનો શિકાર

અમદાવાદ પોલીસ કમિશનર ઓફિસના 8 જવાન કોરોનાનો શિકાર

0
365

અમદાવાદ શહેરમાં કોરોના વાયરસનો વધી રહેલા કેસને જોતા હવે તંત્ર પણ હરકતમાં આવી ગયું છે. જયારે કોરોના સામે લડી રહેલા પોલીસ જવાનો એક પછી એક કોરોનાની ચપેટમાં આવતા પોલીસબેડામાં ચિંતા જોવા મળી રહી છે. ત્યારે આજ રોજ અમદાવાદ પોલીસ કમિશનર ઓફિસના 8 પોલીસ જવાનના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. હાલ આ તમામ પોલીસ કર્મીને હોટેલમાં ખસેડવામાં આવ્યા છે.

રાજયમાં કોરોના વોરિયર્સ પણ હવે ધીમે ધીમે કોરોના વાયરસની ચપેટમાં આવતા તંત્રમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. થોડાક દિવસો પહેલા સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી મહિલા નર્સ કોરોના પોઝિટિવ જોવા મળી હતી. ત્યારે આજરોજ અમદાવાદ પોલીસ કમિશનર કચેરીમાં ફરજ પર હાજર 8 જવાનને કોરોના પોઝિટિવ આવતા તેઓને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

આ અંગે પોલીસ કન્ટ્રોલના ડીસીપી વિજય પટેલે જણાવ્યું હતું કે, પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફરજ બજાવતા 8 પોલીસ જવાનને કોરોના પોઝિટિવ આવ્યા છે. આ તમામને કોઈ સિમ્ટોમ્સ નથી એટલે તેમને હોટેલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. જો જરૂર જણાશે તો તેમને હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવશે.

અમદાવાદમાં વધુ એક કોર્પોરેટર કોરોનાનો શિકાર

શહેરમાં એવામાં વધુ એક કોર્પોરેટર કોરોના વાયરસનો શિકાર બન્યાં છે. શહેરનાં ઈન્ડિયા કોલોની વોર્ડનાં કોર્પોરેટર યશવંત યોગીનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી તેઓને મેમ્કો કોવિડ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યાં છે. તમને જણાવી દઇએ કે અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ પાંચ કોર્પોરેટરો અને એક ધારાસભ્ય કોરોનાનો શિકાર બની ચુક્યાં છે.

કોર્પોરેટર યશવંત યોગી કોરોના પોઝિટિવ

ઈન્ડિયા કોલોની વોર્ડનાં કોર્પોરેટર યશવંત યોગીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેઓ પાંચમાં કોર્પોરેટર છે કે જે કોરોનાનો શિકાર બન્યાં છે. આ પહેલા પણ ગોતા અને મણિનગર વોર્ડમાં ભાજપનાં કોર્પોરેટરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સાથે બહેરામપુરા વોર્ડનાં કોંગ્રેસનાં બે કોર્પોરેટરનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમાં બદરુદ્દીન શેખ હતાં કે જેઓનું કોરોનાથી નિધન થયું હતું. ઉપરાંત ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા પણ કોરોનાનો ભોગ બની ચુક્યાં છે.

અમદાવાદમાં વધુ એક કોર્પોરેટર કોરોનાનો શિકાર, ઈન્ડિયા કોલોનીનાં યશવંત યોગીનો રિપોર્ટ પોઝિટિવ