Gujarat Exclusive > દેશ-વિદેશ > રાષ્ટ્રવાદનો અર્થ માત્ર ‘જય હિંદ’ કહેવું અથવા ‘જન ગણ મન’ ગાવાનું નથી- ઉપરાષ્ટ્રપતિ

રાષ્ટ્રવાદનો અર્થ માત્ર ‘જય હિંદ’ કહેવું અથવા ‘જન ગણ મન’ ગાવાનું નથી- ઉપરાષ્ટ્રપતિ

0
113

ઉપરરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ સુભાષ ચંદ્ર બોઝને શ્રદ્ધાંજલી અર્પણ કરી Vice President of India

નવી દિલ્હી: ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ શનિવારે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જન્મજયંતીના પ્રસંગે જણાવ્યું કે રાષ્ટ્રવાદનો અર્થ માત્ર ‘જય હિંદ’ કહેવું અથવા ‘જન ગણ મન’ ગાવાનું નથી. ‘જય હિંદ’ એટલે તમામ ભારતીયોની જય અને આ ત્યારે સંભવ છે, જ્યારે તમામની સારસંભાળ લેવામાં આવે. તમામ પાસે જમવા માટે ખોરાક હોય અને શરીર ઢાંકવા માટે કાપડ હોય. કોઇને પણ ભેદભાવનો સામનો ના કરવો પડે. Vice President of India

ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું કે સ્વતંત્રતાથી નેતાજીનો અર્થ માત્ર રાજકિય બંધનથી મુક્તિ ના હતી. તેમના માટે આઝાદીનો અર્થ એ હતો કે દરેકની પાસે સંપત્તિના સમાન અધિકાર હોય. કોઇ જાતિગત ભેદભાવ અને સામાજિક પ્રતિબંધો ના હોય. સાંપ્રદાયિક અને ધાર્મિક અસહિષ્ણુતા ખતમ થાય. તમામ ધર્મોનું સન્માન કરતા પોતાના ધર્મનું પાલન કરવું. Vice President of India

આ પણ વાંચો: 2008થી પાકિસ્તાનની જેલમાં કેદ ગુજરાતીની ‘વતન વાપસી’, ઢોર ચરાવતા ભૂલથી પાકિસ્તાન પહોંચ્યો

તે સિવાય નાયડૂએ જણાવ્યું કે,

“રાષ્ટ્રનું અર્થ ભૌગોલિક સરહદ નથી. રાષ્ટ્રમાં રહેતા તમામનો વિકાસ જ રાષ્ટ્રવાદ છે. આપણી સભ્યતા શાનદાર રહી છે, જ્યાં એકબીજાની સંભાળ લેવાની પરંપરા છે. આપણા પૂર્વજોએ આપણને ‘આખું વિશ્વ એક પરિવાર’નું સિદ્ધાંત આપ્યું હતુ”

નાયડૂ હૈદરાબાદમાં તેલંગાણા સરકારના એમસીઆર માનવ સંસાધન વિકાસ સંસ્થામાં નેતાજીની જન્મજયંતીના પ્રસંગે સંબોધિત કરી રહ્યા હતા. ટ્વીટર પર નાયડૂએ લખ્યું કે કોઇ વ્યક્તિ એક વિચાર માટે મરી શકે છે, પરંતુ એ વ્યક્તિના મર્યા પછી તેના વિચાર હજારો લોકોમાં જીવિત રહે છે. હું નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતીના પ્રસંગે તેમને આદરપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. Vice President of India

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9