Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > વાઇબ્રન્ટ સમિટ ગ્લોબલ નોલેજ શેરિંગ નેટવર્કિંગનું વૈશ્વિક પ્લેટફોર્મ બની: CM

વાઇબ્રન્ટ સમિટ ગ્લોબલ નોલેજ શેરિંગ નેટવર્કિંગનું વૈશ્વિક પ્લેટફોર્મ બની: CM

0
11

ગાંધીનગર: ગુજરાતે પાછલા બે દાયકામાં પ્રભાવક પ્રોત્સાહક અને ધબકતા વાઇબ્રન્ટ વિકાસ અને અર્થતંત્રની તેજ રફતાર પકડી છે. ગુજરાતમાં પ્રધાનમંત્રીના માર્ગદર્શનમાં બે દશક દરમ્યાન એવું વાઇબ્રન્ટ અર્થતંત્ર વિકસ્યું છે કે દરેક પ્રકારની પરિસ્થિતિઓમાં ટકી શકે અને બદલાવને યોગ્ય પ્રતિસાદ આપી શકે એમ પણ તેમણે ઉમેર્યું હતું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં દેશે આર્થિક, સામાજિક વિકાસના ક્ષેત્રે પ્રગતિની નવી દિશા કંડારી છે, ત્યારે તેમના પદચિન્હો પર ચાલતાં ગુજરાતે પણ વિકાસની આ તેજ રફતાર પકડી છે, એમ તેમણે ઉમેર્યું હતું.

ભૂપેન્દ્ર પટેલે આ વાયબ્રન્ટ સમિટનો નવતર વિચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2003માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આપ્યો હતો તેની ભૂમિકા આપી હતી. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, પ્રધાનમંત્રીના દિશા દર્શનમાં હવે તો આ સમિટ ગ્લોબલ નોલેજ શેરિંગ નેટવર્કિંગનું વૈશ્વિક પ્લેટફોર્મ બની ગઈ છે

ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, આગામી 10 જાન્યુઆરી 2022ના રોજ આ ગ્લોબલ સમિટનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રારંભ કરાવશે. આ શુભારંભ અવસરે દેશનાં વિવિધ રાજ્યોના વડા, વિશ્વના અન્ય દેશોના વરિષ્ઠ મહાનુભાવ, ગ્લોબલ સી.ઈ.ઓ; વિવિધ લક્ષી સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ વિચારકો અને ભારત સરકારના મંત્રીઓ પણ ઉપસ્થિત રહેવાના છે.

મુખ્યમંત્રીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની આ વર્ષની થીમ “આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત” રાખવામાં આવી છે તેની પણ વિશદ છણાવટ કરતા ઉમેર્યું કે, પ્રધાનમંત્રીએ 2020માં આત્મનિર્ભર ભારત માટેનું આહવાન કરેલું છે. ભારતની સ્ટ્રેન્થ, સ્કિલ અને કેપેસિટીને વિશ્વના ભલા માટે ઉજાગર કરવા આત્મનિર્ભર ભારતના પ્રધાનમંત્રીના આહ્વાનને સુસંગત આ વર્ષની વાઈબ્રન્ટ સમિટની આ થીમ છે. સામાજિક-આર્થિક વિકાસના વિવિધ ક્ષેત્રોમાં ગુજરાતે મેળવેલી સિદ્ધિઓની  પ્રસ્તુતિ આ અગ્રણી ઉદ્યોગ સંચાલકો સમક્ષ કર્ટેઇન રેઇઝર કાર્યક્રમમાં કરી હતી.

ભૂપેન્દ્ર પટેલ જણાવ્યું કે, દેશ અને દુનિયાના વેપાર ઉદ્યોગકારો માટે ગુજરાત મોસ્ટ  પ્રિફર્ડ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન બન્યું છે. ગુજરાતે દેશમાં સૌથી વધુ એફ.ડી.આઈ એટલે કે 21.9 યુ.એસ. બિલિયન ડોલર જેટલું રોકાણ  2021ના વર્ષમાં મેળવ્યું છે. એટલું જ નહીં લીડ્સ ઇન્ડેક્ષમાં પણ ગુજરાતે 2018, 2019 અને 2021માં ટોપ પર રહી સફળતાની હેટ્રિક નોંધાવી છે એમ તેમણે ગૌરવ ઉમેર્યું હતું.

તેમણે જણાવ્યું કે ભારતના ભાવિ વિકાસ-ગ્રોથની શહેરમાં મેગા ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ મહત્વપૂર્ણ બનશે. ગુજરાત ધોલેરા સર, ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર, દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર, ગીફ્ટ સિટી, ડ્રીમ સિટી જેવા પ્રોજેક્ટ સાથે આવા મેગા પ્રોજેક્ટ ક્ષેત્રમાં પણ યોગદાન આપશે એમ ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું.

કચ્છમાં આકાર પામી રહેલા વિશ્વના સૌથી મોટા હાઇબ્રીડ સોલાર અને વિન્ડ રિન્યુએબલ એનર્જી પાર્ક દ્વારા દેશની રિન્યુએબલ એનર્જી કેપેસિટીમાં વધારાના 30 ગીગાવોટનું પ્રદાન 2023 સુધીમાં ગુજરાત આપતું થશે એમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

ટેલેન્ટ, ટેકનોલોજી અને ટ્રાન્સપરન્સીની સાથે ગુજરાત તીવ્રગતિથી વૈશ્વિક કંપનીઓ સાથે સ્પર્ધાત્મક સહભાગિતા સાધવા સક્ષમ છે એમ ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાતમાં પરંપરાગત અને આધુનિક એમ બેય વિકાસ માટેની ઊંડી ઇચ્છાશક્તિ જાગી છે.

એટલું જ નહીં સુંદ્ર્ઢ અર્થવ્યવસ્થા, ભવિષ્યલક્ષી આંતરમાળખું અને ઉદ્યોગો તથા ઉદ્યમિતાની સંભાવનાઓનું ગૌરવ પણ ગુજરાત લઈ શકે છે. ગુજરાતની ઉદ્યોગ સાહસિકતાના ઉત્સાહને વેગ આપવા આઈ-હબ, આઇ – ક્રિએટ અને ઈ.ડી.આઈ. જેવી અગ્રણી સંસ્થાઓ સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન પૂરું પાડે છે તેની ભૂમિકા ભૂપેન્દ્ર પટેલે આપી હતી.

દેશના ભાવિ સ્ટાર યુનિકોર્ન ગુજરાતમાંથી તૈયાર થાય તેવી રાજ્ય સરકારની મનસા છે એમ તેમણે ઉમેર્યું હતું. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે બિઝનેસ ફ્રેન્ડલી સ્ટેટ તરીકે ગુજરાતે ખ્યાતી મેળવી છે.

સુંદ્ર્ઢ ઉદ્યોગિક આંતરમાળખું, પ્રોએક્ટીવ પોલીસિઝ, ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ વિગેરેને કારણે જ દેશ અને દુનિયામાં મૂડી રોકાણો માટેનું સૌથી વધુ પસંદગીપાત્ર રાજ્ય ગુજરાત બન્યું છે એનો ભૂપેન્દ્ર પટેલે ગૌરવપૂર્વક ઉલ્લેખ કર્યો હતો.

દેશની આઝાદીના 75માં વર્ષે ‘આઝાદીકા અમૃત મહોત્સવે’ પ્રધાનમંત્રીના આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરવાની ગુજરાતની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે સ્પષ્ટ કહ્યું કે, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની આ 10મી આવૃત્તિમાં ગુજરાતની વિશિષ્ટ સિદ્ધિઓ, ક્ષમતા અને આત્મનિર્ભર ભારતની વિકાસ ગાથામાં લીડ લેવાની ગુજરાતની સજ્જતા શો કેસ કરાશે. તેમણે આ સમિટમાં સહભાગી થવા ઉદ્યોગ સંચાલકોને ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું હતું.

ક્યા ઉદ્યોગપતિએ શું કહ્યું ?

મારૂતિ સુઝુકીના એમ.ડી. અને સી.ઇ.ઓ. કિંચી આયુકાવાએ જણાવ્યું કે, ગુજરાત દેશનું અગ્રીમ ઇન્ડસ્ટ્રી ફ્રેન્ડલી અને મેન્યુફેક્ચરીંગ ફ્રેન્ડલી રાજ્ય છે. ભારતને નેટ કાર્બન ઝિરો કન્ટ્રી બનાવવામાં ગુજરાત લીડ લઇ શકે એમ છે તેમ તેમણે ઉમેર્યું હતું.

જે.સી.બી.ના એમ.ડી. અને સી.ઇ.ઓ. દિપક શેટ્ટીએ જણાવ્યું કે, કોવિડ પેન્ડેમિકની કપરી પરિસ્થિતિ હોવા છતા ગુજરાત સરકારના સહકારને કારણે જે.સી.બી. પોતાનું છઠ્ઠુ ઉત્પાદન એકમ વડોદરા-ગુજરાતમાં સમયસર સ્થાપવામાં સફળ રહ્યું છે.

સરકારના ઉચ્ચ અધિકારીઓ શુ કહ્યું ?

મુખ્ય સચિવ પંકજકુમારે સૌને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022માં જોડાવાનું આમંત્રણ પાઠવતા કહ્યું કે, ગુજરાતમાં ધોલેરા સર અને ગીફ્ટ સિટી જેવા વિશાળકાય પ્રોજેક્ટ રાજ્યના વિકાસનું ચાલકબળ છે. એટલુ જ નહીં ગુજરાત પાસે મજબુત એમ.એસ.એમ.ઇ.નું ઉદ્યોગ માળખું છે. ગુજરાત ઝિરો મેન ડેયઝ લોસ સહિતના દરેક પેરામીટરમાં અગ્રણી રાજ્ય બન્યું છે, ત્યારે દેશ -વિદેશના અગ્રણી રોકાણકારોને તેમણે વાબ્રન્ટ સમિટમાં જોડાઇ ગુજરાતની વાઇબ્રન્સીનો અનુભવ કરવાં કહ્યું હતું.

નવી દિલ્હીની લીલા હોટલના હૉલમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ઉદ્યોગ સંચાલકો સમક્ષ ઉદ્યોગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવ કુમાર ગુપ્તાએ પ્રેઝન્ટેશન કર્યું હતું. તેમણે રાજ્યની ઔદ્યોગિક-આર્થિક વ્યવસ્થાની વિશેષતા અને વિકાસ સંભાવનાઓ તેમજ વિવિધ ક્ષેત્રોમાં મુડી રોકાણની તકોનું વિસ્તૃત વિવરણ કર્યું હતું.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat