Gujarat Exclusive > આપણી જરૂરિયાત > રોજગાર > એપ્રિલની સરખામણીમાં મે મહિનામાં ગાડીઓના વેચાણમાં 55%નો ઘટાડો

એપ્રિલની સરખામણીમાં મે મહિનામાં ગાડીઓના વેચાણમાં 55%નો ઘટાડો

0
32

ભારતમાં કુલ વાહન રજિસ્ટ્રેશનમાં મે 2021માં ક્રમિક આધાર પર 54.79 ટકાનો ઘટાડો આવ્યો છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (FADA) દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડાઓમાં મે 2019ના સ્તરથી આ મહિના દરમિયાન 70.60 ટકાનો ઘટાડો દેખવામાં આવ્યો છે.

તે અનુસાર, મે 2021માં 5,35,855 ગાડીઓનું રજિસ્ટ્રેશન થયું હતુ, જ્યારે 2019માં આ સમયગાળા દરમિયાન 18,22,566 ગાડીઓનું રજિસ્ટ્રેશન અને એપ્રિલ 2021માં 11,85,374 ગાડીઓનું રજિસ્ટ્રેશન થયું હતું.

સેંગમેન્ટ અનુસાર, વ્યક્તિગત વાહનોનું રજિસ્ટ્રેશન ક્રમશ: આધારે 63.70 ટકા અને મે 2019ના સ્તરથી 58.96 ટકા ઘટીને 85.733 એકમ રહી ગયું છે.

તેવી જ રીતે ટૂ-વ્હીલર્સ વાહનોનું રજિસ્ટ્રેશન 52.52 ટકા અને મે 2019ના સ્તરથી 71.08 ટકા ઘટીને 4,10,757 એકમ રહી ગયું છે.

આ દરમિયાન વિશેષ રૂપથી ટ્રેક્ટરોના છૂટક વેચાણમાં ઘટાડો થયો છે. સેગમેન્ટનો ઓફ ટેક ક્રમિક આધાર પર 57.85 ટકા અને મે 2019ના સ્તરથી 56.60 ટકા ઘટીને 16,616 એકમ રહી ગયું છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat