Gujarat Exclusive > આપણી જરૂરિયાત > રોજગાર > શાકભાજીના ભાવમાં ઘરખમ વધારો, ગરીબોની કસ્તુરીએ ગૃહિણીઓને રડાવી

શાકભાજીના ભાવમાં ઘરખમ વધારો, ગરીબોની કસ્તુરીએ ગૃહિણીઓને રડાવી

0
132

ભાવનગરમાં શાકભાજીના ભાવમાં ઘરખમ વધારો થતા ગૃહિણીઓમાં ચિંતા જોવા મળી છે. દરરોજ વપરાશમાં આવતી શાકભાજી ડુંગળી અને બટેકાના ભાવ હવે આસમાને પહોંચી ગયા છે. જો કે, હાલ ડુંગળીના ભાવ 70 અને બટેકાના ભાવ 50 રુપિયા પ્રતિ કિલો થઈ ગયા છે.

હાલ કોરોના વાયરસના કારણે લોકોના ધંધા અને રોજગાર પર માઠી અસર જોવા મળી રહી છે. ઘણા લોકોની નોકરીઓ પણ જતી રહી છે જેથી તે લોકોને ઘર ચલાવવા માટે ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. તો હવે કોરોના બાદ શાકભાજીના ભાવએ લોકોને રડાવ્યા છે. અતિભારે વરસાદને કારણે ખેડૂતોની તમામ મહેનત પર પાણી ફરી વળ્યું છે. જેથી ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: Diwali Gift: 30.67 લાખ બિન ગેઝેટેડ સરકારી કર્મીઓને મળશે બોનસ

શાકમાર્કેટમાં ડુંગળી હાલ 70 રૂપિયે પ્રતિ કિલોના ભાવે વેચાઇ રહી છે. તો બટેકાના ભાવમાં પણ વધારો થયો છે. હાલ તેની કિંમત શાકમાર્કેટમાં 50 રુપિયા થઈ ગઈ છે. ઘરનું બજેટ ખોરવાતા શાકભાજીના ભાવને નિયંત્રણમાં લાવવા ગૃહિણીઓની માંગ છે.

સામાન્ય રીતે બટાટાનો વેપારીઓ દ્વારા કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરવામાં આવતો હોય છે. પરંતુ દેશભરમાં કોરોના મહામારીના કારણે અપાયેલા લોકડાઉનના કારણે તમામ ધંધા-રોજગાર અને માર્કેટ બંધ હોવાથી વેપારીઓ દ્વારા બટેટાનો સ્ટોક કરી શકાયો નહોતો. જેના કારણે હજારો ટન બટેટા ખરાબ થઇ જવાથી ખેડૂતોને બટેટા ફેંકી દેવાનો વારો આવ્યો હતો.

શાકભાજી ભાવ
ડુંગળી 60-70
બટેટા 45-50
રીંગણા 30-40
ફ્લાવર 80-100
મરચા 50-60
ગુવાર 90-100
કારેલા 40-50
ટામેટા 45-50
કાકડી 50-60
દુધી 30-40
કોબી 70-80

જેથી હાલ શાકમાર્કેટમાં બટેટાની આવક ઘટવાના કારણે બટાટાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. તો બીજી બાજુ અતિભારે વરસાદને કારણે ખેતરોમાં ઊભેલો ખેડૂતોનો ડુંગળીનો પાક ખરાબ થઈ જવાના કારણે ડુંગળીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.