Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > BPCLને ખરીદવા માટે વેદાંતા અને 2 વિદેશી કંપનીઓએ કરી અરજી

BPCLને ખરીદવા માટે વેદાંતા અને 2 વિદેશી કંપનીઓએ કરી અરજી

0
73

ખરીદારને 70 હજાર કરોડ રૂપિયા ખર્ચવા પડશે

નવી દિલ્હી: સરકારી ઓઇલ માર્કેટ અને રિટેઇલ કંપની ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL)ની પુન:રોકાણ પ્રક્રિયા બીજા તબક્કામાં છે. પહેલા તબક્કામાં સરકારે એક્સપ્રેશન ઓફ ઇન્ટ્રેસ્ટ (EoI) જારી કર્યું હતુ. જે પછી સમાચાર આવ્યા હતા કે રિલાયન્સ, અરામકો સહિત કેટલીક દિગ્ગજ કંપનીઓએ BPCLને ખરીદવા માટે અરજી નથી કરી. પરંતુ હવે સરકાર માટે થોડા રાહતના સમાચાર છે કે વેદાંતા અને બે વિદેશી કંપનીઓએ BPCLને ખરીદવા માટે નાણા મંત્રાલયને અરજી કરી છે.

માઇનિંગ ક્ષેત્રની દિગ્ગજ વેદાંતા કંપનીના ચેરમેન અનિલ અગ્રવાલના પણ ઓઇલ અને ગેસ વેપારમાં રસને જોતા તેમણે બીપીસીએલને સંભાવિત ખરીદાર તરીકે જોવામાં આવી રહ્યું છે અને અહેવાલ મુજબ બીપીસીએલને ખરીદવા માટે તે પ્રથમ હરોળમાં ઉભા છે.

આ પણ વાંચો: લક્ષ્મી વિલાસ બેન્ક પર 1 મહિનાનો પ્રતિબંધ, ગ્રાહકો માત્ર 25 હજાર રૂપિયા જ ઉપાડી શકશે

ખરીદારને 70 હજાર કરોડ રૂપિયા ખર્ચવા પડશે

શુક્રવારે બજાર બંધ થયા સુધી બીપીસીએલના શેર 412.70 રૂપિયાના સ્તરે બંધ થયા. એટલે સરકારના 52.98% હિસ્સાને કોઈ કંપની ખરીદવા માંગે છે તો તેને 47,430 રૂપિયા ચુકવવા પડશે. તે સિવાય કંપનીને વધુ 26 ટકા સ્ટેક ખરીદવા માટે 23,276 કરોડ રૂપિયા ખર્ચ કરી ઓપન ઓફર કરવી પડશે.

સરકાર પુન:રોકાણ લક્ષ્યને પૂર્ણ કરવા માંગે છે

જે પણ કંપની બીપીસીએલને ખરીદે છે તે ભારતના ઓઇલ રિફાઇનિંગ માર્કેટની 15.33% ટકા ભાગીદાર થઇ જશે અને ફ્યૂઅલ માર્કેટ શેરના 22 ટકા હિસ્સો તેની પાસે હશે. BPCLનું પુન:રોકાણ કરી સરકાર નાણા મંત્રાલયના બજેટ 2020-2021માં નક્કી કરેલા .1 લાખ કરોડના પુન:રોકાણના લક્ષ્યને પૂર્ણ કરવા માંગે છે.