Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > અડગ વાલી સામે સ્કૂલ ઝૂકીઃ છેવટે વિદ્યાર્થીને ફી વગર જ શાળાએ સ્કૂલ લીવિંગ સર્ટીફિકેટ આપ્યું

અડગ વાલી સામે સ્કૂલ ઝૂકીઃ છેવટે વિદ્યાર્થીને ફી વગર જ શાળાએ સ્કૂલ લીવિંગ સર્ટીફિકેટ આપ્યું

0
283
  • વટવા સ્થિત AIM INTERNATIONAL SCHOOLમાં સર્જાયો હતો વિવાદ
  • ધો.10માં ભણવું નહીં હોવા છતાં ફી ભરવા કરાતો આગ્રહ

અમદાવાદ: વાલીના અડગ વલણ સામે છેવટે શાળાએ ઝૂકવુ પડ્યુ છે. વટવા સ્થિત AIM INTERNATIONAL SCHOOL સંચાલકોએ દસમા ધોરણની ફી નહીં ભરે તો સ્કૂલ લીવિંગ સર્ટીફિકેટ (vatva-school leaving) નહીં આપવાના કરેલા નિર્ણયથી વિવાદ સર્જાયો હતો. આખરે ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિની રજૂઆતના પગલે શહેરના જિલ્લા શિક્ષણાધિકારીની દરમિયાનગીરીથી વિદ્યાર્થીને આખરે વગર ફી ભર્યે જ એલ.સી. (vatva-school leaving) આપી દેવામાં આવ્યું છે.

આના પગલે છેલ્લાં પંદર દિવસથી ચાલતાં વિવાદનો અંત આવ્યો હોવાનું ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિના (અખિલ ભારતીય) પ્રમુખ મુકેશ પરીખે જણાવ્યું છે. વાલીમંડળો ફી વધારાના મામલે આ જ વલણ દાખવે તો સરકારે પણ આ મુદ્દે ઝૂકવુ પડે તેમ છે. આવતીકાલે આ અંગેનો નિર્ણય લેવામાં આવે તેવી સંભાવના છે.

આ પણ વાંચોઃ 50 અને 25 ટકાની ફી માફી વચ્ચે લટકેલું ખાનગી સ્કૂલોના વિદ્યાર્થીઓનું ભાવિ

ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિ ( અખિલ ભારતીય ) પ્રમુખ મુકેશ પરીખે જણાવ્યું હતું કે, સોલા વિસ્તારમાં રહેતો હોવાથી પારેખ પરિવારે તેમના બાળક તુહિત સુરેશભાઇ પારેખને સ્થાનિક શાળામાં નવમા ધોરણમાં અભ્યાસ કરવા મૂકયો હતો. પરંતુ તે ઘર બદલીને વટવા ખાતે રહેવા આવ્યા હોવાથી તેમના બાળકને વટવા સ્થિત AIM INTERNATIONAL SCHOOLમાં ઓક્ટોબર 2019માં રૂપિયા 6 હજાર ભરીને પ્રવેશ લીધો હતો. ત્યારબાદ તેમની પાસેથી શાળાએ ફરીવાર સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બરમાં રૂપિયા 2500 વસૂલ કર્યા હતા.

આ પણ વાંચોઃ ધોરણ 12ની સામાન્ય પ્રવાહ પૂરક પરીક્ષા શરૂ, સવા લાખ વિદ્યાર્થીઓ બેસશે

વાલીએ પોતાના પુત્રને દસમાં ધોરણમાં અભ્યાસ નહીં કરવો હોવાથી ફી ભરવાનો ઇન્કાર કર્યો હોવાથી સ્કૂલ સર્ટીફિકેટ આપવાનો શાળાએ ઇન્કાર કરી દીધો હતો. આમ શાળાએ વિદ્યાર્થીની શૈક્ષણિક કારકિર્દી સાથે ચેડાં કરી માસૂમ વિદ્યાર્થી અને વાલીને માનસિક ત્રાસ અને આઘાત આપ્યો હતો. આ અંગે ગ્રાહક સુરક્ષાના મહિલા પ્રમુખ સુચિત્રા પાલે રાજયના મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ સમક્ષ આ અંગે ફરિયાદ કરી હતી. આ અંગે શહેરના જિલ્લા શિક્ષણાધિકારીને પણ રજૂઆત કરી હતી.

આ રજૂઆતના પગલે શહેરના જિલ્લા શિક્ષણાધિકારી આર.સી. પટેલની દરમિયાનગીરી તથા એજ્યુકેશન ઇન્સ્પેકટર બારોટની કામગીરીથી આખરે શાળા સંચાલકોએ કોઇપણ જાતની ફી લીધાં વગર વિદ્યાર્થીને તેનું સ્કૂલ લીવિંગ સર્ટીફિકેટ ( શાળા છોડયાનું પ્રમાણપત્ર ) આપી દીધું છે, જેનાથી વિદ્યાર્થીની કારર્કિદી બચી ગઇ છે.