Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > વટવા રીંગ રોડ પાસે પ્રેમ પ્રકરણમાં યુવતીના પરિવાર પર ફાયરિંગ

વટવા રીંગ રોડ પાસે પ્રેમ પ્રકરણમાં યુવતીના પરિવાર પર ફાયરિંગ

0
67
  • પોલીસે નવઘણ અને તેના સાગરીતની શોધખોળ હાથ ધરી

અમદાવાદ: એક યુવતીને તેના પ્રેમીએ ભગાડી જતા બે પરિવાર વચ્ચે ફાયરિંગ થયું હતું. વટવા રીંગ રોડ પર નવઘણ નામના પોલીસ કર્મચારીએ રિવોલ્વરમાંથી ફાયરિંગ કરી હત્યાની કોશિશ કરી હતી. જો કે આ અંગે વટવા પોલીસે પોલીસ કર્મચારી સહિતના તેના સાગરીતો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વટવા મહાદેવપૂરા ખાતે રહેતા પેથાભાઈ ભરવાડે ટ્રાન્સપોર્ટનો વેપાર કરે છે. શનિવારે સાંજે રીંગ રોડ પર આવેલી ચા ની કીટલી પર કુટુંબી એક દીકરીને અડાસર ગામનો રમેશ ગમારા ભગાડીને લઈ ગયો હતો. જો કે છોકરાવાળા પગ સાથે દસ દિવસ પહેલા એક ઝઘડો થયેલો જેની ફરિયાદ અસલાલી પોલીસ સ્ટેશનમાં દાખલ થઇ હતી. આ બાબતે સમાધાનની વાત ચાલતી હતી દરમિયાન પોલીસ કર્મચારી નવઘણ મુમાભાઈ ભરવાડ તેના ભાઈ રમેશભાઈ તથા અક્ષય તથા મોન્ટુ ભરવાડ કાર લઇ આ ચાની કીટલી પર આવ્યા હતા અને એક્ટીવા પર બીજા બે અજાણ્યા માણસો પણ આવ્યા હતા.

આ દરમિયાન નવઘણ ભરવાડ ગાળા ગાળી કરી ઝઘડો કરતા તેમના સાથે આવેલા શખ્સોએ તલવાર લાકડી વડે હુમલો કર્યો હતો. મારામારી દરમિયાન નવઘણ ભરવાડ એ કહ્યું કે, અમારા પરિવારના છોકરાને દસ દિવસ પહેલા માર્યો છે તેનો તારો ખુંન કરી બદલો લઈશું તેમ કહી કમરમાંથી રિવોલ્વર કાઢી હતી. માથાભારે નવઘણ પેથા ભાઈને કમરમાં ગોળી મારી દીધી હતી આ જોઈ આસપાસના વિસ્તારમાં નાસભાગ મચી ગઇ હતી. નવઘણ અને તેના સાગરિતો ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા આ અંગે વટવા પોલીસને જાણ થતા નવઘણ સહિતના પોલીસ કર્મચારીઓ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat