વર્ષ 2021ના પ્રથમ સેલિબ્રિટી લગ્નઃ ગોવિંદા, અનિલ-અર્જુન કપૂર સહિત અનેકની બાદબાકી
મુંબઇઃ એક્ટર વરુણ ધવન અને નતાશા દલાલના લગ્ન (Varun Natasha Wedding)ની ઘડીઓ આવી ગઇ. પરંતુ બચ્ચન અને કપૂર પરિવારને જ આમંત્રણ નહીં અપાતા બોલીવૂડમાં આશ્ચર્ય સર્જાયું છે.
સેલિબ્રિટી લગ્નની તૈયારીઓ પૂરજોશમાં છે. તેની સાથે કોરાના અને પરિવારની પ્રાયવસી અંગે ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. પરંતુ મહેમાનોના લિસ્ટને લીધે ઘણી ઉત્સુક્તા જોવાઇ રહી છે. હજુ સુધી મળેલા રિપોર્ટ મુજબ બોલવૂડના અનેક ટોચના નામોનો મહેમાનોના લિસ્ટમાં નહીં હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચોઃ વિરાટ કોહલી અને અનુષ્કા પુત્રીના જન્મના 11 દિવસ બાદ પહેલીવાર જાહેરમાં દેખાયા
બોલીવૂડ ગણગણાટ મુજબ વરુણ ધવનના પિતાડેવિડ ધવનના ખાસ માનિતા હીરો ગોવિદા, પહેલાજ નિહાલાનીને હજુ લગ્ન (Varun Natasha Wedding)ના કાર્ડ મોકલાયા નથી. આ બે જ નામો એવા નથી.
બોની કપૂર પરિવારનો ધવન ફેમિલી સાથે જૂનો નાતો
ધવન પરિવાર સાથે વર્ષોથી નાતો રાખતા બોની કપૂરના પરિવાર, અનિલ કપૂરને પણ આમંત્રણ અપાયું નથી. કહેવાય છે કે બોનીકપૂરના બાળકો અને ધવન પરિવાર વચ્ચે ક્લોજ સંબંધો છે. છતાં હજુ આમંત્રિતોમાં તેમના નામ નથી.
અનિલ કપૂરના રપિવારને પણ આમંત્રણ નથી અપાયું. પરંતુ સૌથી આંચકાનજક સમાચારમાં અત્યાર સુધી ગેસ્ટની સામે આવેલી લિસ્ટમાં બચ્ચન પરિવારના કોઇ સભ્યનું નામ જોવા મળ્યું નથી. Varun Natasha Wedding news
આ પણ વાંચોઃ ‘નજર ના લગ જાયે…’ આ છે 19 વર્ષની દુનિયાની સૌથી સુંદર યુવતી, જોનારા ભૂલે છે ભાન!
કોને આમંત્રણ અપાયું?
વરુણ-નતાશાના લગ્ન (Varun Natasha Wedding)માં અત્યારે સુધી આમંત્રિતોના જે નામ સામે આવ્યા છે. તેમાં કરણ જોહર, ડિઝાનર મનિષ મલહોત્રા શશાંક ખેતાન સામેલ છે. મનિષ મલ્હોત્રા વરુણની માના સંબંધીઓમાંથી છે.
હજુ ફાઇનલ લિસ્ટ આવવાનું બાકી
નોંધનીય છે કે અત્યાર સુધી આવેલી માહિતી રિપોર્ટોના આધારે છે. હજું મહેમાનોની ફાઇનલ યાદી બહાર આવી નથી.
વરુણ-નતાશા બાળપણના મિત્ર
વરુણ ધવન અને નતાશા દલાલ બાળપણના મિત્ર છે અને વર્ષોની ઓક બીજા સાથે રિલેશનમાં છે. 2020માં જ બંનેના લગ્નની વાત થવા લાગી હતી. પરંતુ કોરાના મહામારી ફેલાતા લગ્ન પાછા ઠેલાયા હતા. તેથી હવે લગ્ન (Varun Natasha Wedding) નિર્ધારિત કરાયા છે. અલીબાગમાં એક મેન્શનમાં તેની તૈયારી ચાલી રહી છે.