Gujarat Exclusive > દેશ-વિદેશ > વરૂણ ગાંધીએ ખેડૂતોના સમર્થનમાં અટલનો જૂનો વીડિયો કર્યો શેર

વરૂણ ગાંધીએ ખેડૂતોના સમર્થનમાં અટલનો જૂનો વીડિયો કર્યો શેર

0
65

નવી દિલ્હી: ભાજપ સાંસદ વરૂણ ગાંધીએ ખેડૂતોને લઇને ફરી એક વખત પોતાની પાર્ટીને ઘેરી છે. વરૂણ ગાંધીએ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો એક જૂનો વીડિયો શેર કરીને લખ્યુ છે- મોટા દિલવાળા નેતાના સમજદાર શબ્દ.

આ વીડિયોમાં અટલ બિહારી વાજપેયી કહી રહ્યા છે- હું સરકારને ચેતવણી આપવા માંગુ છુ, દમનની રીત છોડી દો, ખેડૂતોને ના ડરાવો, અમે ખેડૂતોના આંદોલનનું સમર્થન કરીએ છીએ, અમે ખેડૂતોના આંદોલનમાં ખભાથી ખભા મીલાવીને સાથ આપીશું.

મહત્વપૂર્ણ છે કે વરૂણ ગાંધી છેલ્લા કેટલાક સમયથી સતત પોતાની સરકારને ઘેરી રહ્યા છે. લખીમપુર ખીરી કાંડને લઇને પણ વરૂણ ગાંધીએ સતત કેટલાક ટ્વીટ કર્યા હતા. વરૂણ ગાંધીએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખીને લખીમપુર ખીરી કાંડમાં ચાર ખેડૂતોના મોતમાં સામેલ લોકો વિરૂદ્ધ હત્યાનો કેસ દાખલ કરવાની માંગ કરી હતી.

આ પહેલા કોંગ્રેસનું રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં પ્રતિનિધિમંડળે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી હતી. રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કર્યા બાદ રાહુલ ગાંધીએ કહ્યુ કે અમે રાષ્ટ્રપતિને કહ્યુ કે આરોપીના પિતા જે ગૃહ રાજ્યમંત્રી છે તેમણે પદ પરથી હટાવી દેવા જોઇએ કારણ કે તેમની હાજરીમાં નિષ્પક્ષ તપાસ શક્ય નથી. આ સિવાય સુપ્રીમ કોર્ટના બે વર્તમાન જજો સાથે પણ તપાસ કરાવવાની માંગ કરવામાં આવી છે. પ્રિયંકા ગાંધીએ જણાવ્યુ કે મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિએ આજે જ સરકારને આ મામલે ચર્ચા કરવા પર વિશ્વાસ અપાવ્યો છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat