Gujarat Exclusive > દેશ-વિદેશ > Breking: ઉપરાષ્ટ્રપતિ વેન્કૈયા નાયડુને પણ કોરોના થયો

Breking: ઉપરાષ્ટ્રપતિ વેન્કૈયા નાયડુને પણ કોરોના થયો

0
135

નવી દિલ્હીઃ ઉપરાષ્ટ્રપતિ વેન્કૈયા નાયડુને કોરોના થયો છે. આમ કોરોનાગ્રસ્ત થયેલા સરકારના મહત્ત્વના આગેવાનોમાં વધુ એકનો ઉમેરો થયો છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ કોરોનાગ્રસ્ત થઈ ચૂક્યા છે. આ સિવાય કેન્દ્રમાં ભાજપના કેન્દ્રીય પ્રધાનોને કોરોના થયો છે.તેમા પણ એક કર્ણાટકના એક કેન્દ્રીય મંત્રીનું તાજેતરમાં અવસાન પણ થયું હતું.

રાજ્યસભાની કાર્યવાહી દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગના ધારાધોરણનું પાલન કર્યા પછી પણ વેન્કૈયા નાયડુને કોરોના થયો છે. નાયડુએ પોતે એઇમ્સમાં દાખલ થવાના બદલે હોમ ક્વોરેન્ટાઇન થવાનું પસંદ કર્યુ છે. આના પરથી તેમને થયેલો કોરોના ખાસ ગંભીર ન હોય તેવું માનવામાં આવે છે.