ગાંધીનગર: વંદે ભારત ટ્રેનને ફરી અકસ્માત નડ્યો છે. વલસાડના અતુલ સ્ટેશન નજીક આ ઘટના બની હતી. ટ્રેનને નુકસાન થતા 30 મિનિટ સુધી ટ્રેનને રોકવામાં આવી હતી. ભૂતકાળમાં પણ અમદાવાદ અને આણંદ નજીક વંદેભારત ટ્રેનને અકસ્માત નડ્યો હતો.
Advertisement
Advertisement
વંદે ભારત ટ્રેનને ફરી નડ્યો અકસ્માત
વંદે ભારત ટ્રેનને CRO વલસાડના અતુલ સ્ટેશન નજીક સવારે 8.17 વાગ્યે અકસ્માત નડ્યો હતો. જેને કારણે ટ્રેનને રોકવામાં આવી હતી. ટ્રેન તે પછી 8.43 વાગ્યે ફરી દોડતી થઇ હતી. આ અકસ્માતમાં ટ્રેનનો કપલર કવર ડેમેજ થયો હતો. જ્યારે BCU કવરને પણ નુકસાન થયુ હતુ. BC પાઇપ પણ ડેમેજ થઇ હતી. વોટર પંપ પાઇપને પણ નુકસાન થયુ હતુ.
Advertisement