નવી દિલ્હી: દિલ્હીથી વારાણસી માટે રવાના થયેલી વંદે ભારત ટ્રેનમાં ટેકનિકલ ખામી આવી હતી. આ કારણે ટ્રેન છ કલાક મોડી પડી હતી. ટ્રેનના એક કોચના પૈડામાં ટેકનિકલ ખામી આવ્યા બાદ મુસાફરોને બીજી ટ્રેનમાં રવાના કરવામાં આવ્યા હતા. આ ટ્રેનમાં 1200 મુસાફર સવાર હતા. મહત્વપૂર્ણ છે કે આ પહેલા ગુજરાતમાં બે દિવસમાં બે વખત ભેસ અને ગાય અથડાવવાના કારણે વંદે ભારત ટ્રેનના આગળના ભાગને નુકસાન થયુ હતુ જેને કારણે મુસાફરોના જીવ તાળવે ચોટી ગયા હતા.
Advertisement
Advertisement
ટ્રેક્શન મોટરના બેરિંગમાં આવી ખામી
ભારતીય રેલ્વે અનુસાર વારાણસી જતી વંદે ભારત ટ્રેન સંખ્યા 22436 સવારે છ વાગ્યે નવી દિલ્હી રેલ્વે સ્ટેશનથી રવાના થઇ હતી. દનકૌર અને વૈર રેલ્વે સ્ટેશન વચ્ચે ટ્રેનની કોચ સંખ્યા સી-8 સાથે લાગેલા ટ્રેક્શન મોટરની બેરિંગમાં ખામી આવી હતી જેને કારણે ટ્રેનના પૈડા જામ થઇ ગયા હતા.
બીજી ટ્રેનમાં મુસાફરોને મોકલવામાં આવ્યા
રિપ્લેસમેન્ટ રેક દિલ્હીથી 10.45 વાગ્યે રવાના થઇ હતી. મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખતા તેમણે બીજી ટ્રેન કરતા આગળની મુસાફરી પર રવાના કરવામાં આવ્યા છે. મુસાફરોને બીજી ટ્રેનમાં શિફ્ટ કરવા માટે રેલ્વેએ એક સીનિયર અધઇકારીને પણ રિપ્લેસમેન્ટ ટ્રેન સાથે મોકલ્યા છે.
મુસાફરોમાં અફરા તફરીનો માહોલ
અડવચ્ચે જ અચાનક ટ્રેનના પૈડા જામ થવાને કારણે મુસાફરોમાં અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો. મુસાફરો સમજી શકતા નહતા કે ટ્રેન કેમ નથી ચાલી રહી. જોકે, ટ્રેન પર રહેલા સ્ટાફે પ્રાથમિક તપાસ બાદ મુસાફરોને સ્થિતિ નિયંત્રણમાં હોવાનો વિશ્વાસ અપાવ્યો હતો.
આ પણ વાંચો: વંદે ભારત એક્સપ્રેસને 24 કલાકમાં નડ્યો બીજો અકસ્માત, ભેંસ પછી હવે ગાય અથડાઇ
પાંચ કલાક રાહ જોવી પડી
ટ્રેનમાં ટેકનિકલ ખામીને કારણે મુસાફરોએ પાંચ કલાક રાહ જોવી પડી હતી. દિલ્હીથી પહોચેલી રેલ્વે ટીમે કોઇ રીતે વંદે ભારત ટ્રેનની ટેકનિકલ ખામીમાં થોડો સુધાર કરીને તેન 20 કિમી પ્રતિ કલાકની ઝડપથી ખુર્જા સ્ટેશને પહોચાડી હતી. તે બાદ મુસાફરોને બીજી ટ્રેનથી મોકલવા પડ્યા હતા.
1200 મુસાફરોને બીજી ટ્રેનમાં મોકલવામાં આવ્યા
જે બાદ આશરે સાડા 12 વાગ્યે લોકો પાયલોટની મદદથી ટ્રેનને ખુર્જા સ્ટેશન પર લાવવામાં આવી હતી, તે બાદ ટ્રેનમાં સવાર 1200 મુસાફરોને એમ્પ્ટી કોચિંગ રેલ (ECR)ની મદદથી રવાના કરવામાં આવી હતી. સ્ટેશન અધીક્ષક ઘનશ્યામ મીણાએ જણાવ્યુ કે, ટેકનિકલ ખામીને કારણે ટ્રેનની એક બોગીના પૈડા અચાનક જામ થઇ ગયા હતા જેને કારણે ટ્રેનને રોકવામાં આવી હતી. મુસાફરોને બીજી ટ્રેનમાં સવાર કરાવીને રવાના કરી દેવામાં આવી છે.
Advertisement