Gujarat Exclusive > દેશ-વિદેશ > આફ્રિકામાં વડતાલધામ નૈરોબીએ ગરીબોની આંતરડી ઠારી, 1100 લોકોને છ મહિનાની રાશન કીટ આપી

આફ્રિકામાં વડતાલધામ નૈરોબીએ ગરીબોની આંતરડી ઠારી, 1100 લોકોને છ મહિનાની રાશન કીટ આપી

0
62

નૈરોબી: ઇસ્ટ આફ્રિકાના પાટનગર નૈરોબીમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ દ્વારા કોરોનાના કપરાકાળમાં માનવસેવાની જ્યોત જગાવી છે. વડતાલધામ નૈરોબીના સ્થાપક ટ્રસ્ટી અને કે સોલ્ટના માલિક શેઠ કે કે વરસાણીના સૌજન્યથી 1100 લોકોને છ મહિનાની રાશન કીટ આપવામાં આવી છે.

કોવિડ-19માં ઓછા વેતન મેળવનાર આફ્રિકાના સ્થાનિક લોકોને ભોજન માટે મકાઈનો લોટ અને ચોખા; સ્વચ્છતા માટે કપડા ધોવાનો (ઓમો ) પાવડર અને સ્નાન માટે હર્બલ સાબુ વગેરે જીવન જરૂરીયાતની વસ્તુનું વિતરણ કરવામાં આવ્યું છે.

શિક્ષાપત્રીના સર્વજીવ હિતાવહ સંદેશને દેશ વિદેશમાં વ્યાપક બનાવવા વડતાલ મેનેજીંગ ટ્રસ્ટી બોર્ડ દ્વારા, આચાર્ય રાકેશપ્રસાદજીના આશીર્વાદ સાથે ઓસ્ટ્રેલિયા,લંડન અને આફ્રિકામાં વડતાલ તાબાના મંદિરોનું નિર્માણ કાર્ય થઈ રહ્યું છે. તાજેતરમાં જ નૈરોબી મંદિરનો શિલાન્યાસ વિધિ સંપન્ન થયો છે. પરેશ પટેલ-મહેળાવ, કે કે વરસાણી કચ્છ ,પરેશ પટેલ વડતાલ, હરજીભાઈ રાઘવાણી -કચ્છ; કુરજીભાઈ વરસાણી કચ્છ, પ્રથમેશ પટેલ- નાર વગેરે અગ્રણીઓ મંદિર નિર્માણ કાર્યની સાથે સાથે સ્થાનિક લોકોના જીવન ઉત્કર્ષ માટે પણ કાર્ય કરી રહ્યા છે.

વડતાલ મંદિરના ચેરમેન દેવ સ્વામી અને નૌતમ સ્વામીએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યુ કે આ મંદિર ઇસ્ટ આફ્રિકામાં શિક્ષાપત્રીના સર્વજીવ હિતાવહ સેવા પ્રવૃતિનું કેન્દ્ર બનશે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9