Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > Video: વડતાલના સ્વામી અમૃતજીવનદાસે નેપાળ ટૂરના 17 લાખ ના આપતા યુવકનો આપઘાત

Video: વડતાલના સ્વામી અમૃતજીવનદાસે નેપાળ ટૂરના 17 લાખ ના આપતા યુવકનો આપઘાત

0
394

નરોડા પોલીસે સ્યુસાઇડ નોટ આધારે સ્વામી અને મૃતકના પિતરાઈ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો

અમદાવાદ: વડતાલ સ્વામિનારાયણ ગુરૂકુળ ઇન્ટરનેશનલ સ્કૂલના અમૃતજીવનદાસ સ્વામી (Swami Amrutjivandasji) એ હરિભક્તોને નેપાળ ટૂર કરાવી ટૂર સંચાલક યુવકને રૂ.17 લાખ ન ચૂકવી ઠગાઈ આચરી હતી. જેના પગલે પારાવાર મુશ્કેલીઓ અને આર્થિક ભીંસમાં આવી ગયેલા યુવકે વીડિયો બનાવી મોતને વ્હાલું કર્યું હતું. યુવકની બે પેજની સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી. યુવકના પરિવારજનોએ મુથૂટ ફાઇનાન્સમા દાગીના ગીરવે મૂકી લોકોને રૂપિયા ચૂકવ્યા હતા. યુવકનો ધંધો બંધ થઈ ગયો હતો. નરોડા પોલીસે કપટી સ્વામી અમૃતજીવનદાસ (Swami Amrutjivandasji) અને મૃતક યુવકના ફોઈના પુત્ર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના મણિયોર ગામે રહેતાં પ્રવીણભાઈ કલાભાઈ પટેલ (ઉં,55)એ નરોડા પોલીસ સ્ટેશનમાં સોમવારે બપોરે આરોપી અમૃતજીવનદાસ સ્વામી (Swami Amrutjivandasji) રહે, નવી મુંબઈના રાયગઢના કાંદ્રોલી ખાતેના સ્વામિનારાયણ ગુરૂકુળ અને વડતાલ સ્વામિનારાયણ ઇન્ટનેશનલ સ્કૂલ બાંકરોલ ખાતે અને પીનાકીન બાબુ પટેલ રહે,ગાર્ડન સિટી, ભરૂચ વિરુદ્ધ ફરિયાદ કરી છે.

આ પણ વાંચો: પાટિલની પરીક્ષાઃ આઠેય બેઠકો જીતવાનો દાવો, હાર્દિક સામનો કરવા સક્ષમ?

ફરિયાદ મુજબ ગત તા 14-7-2020ના રોજ પ્રવીણભાઈના પુત્ર જૈમીને ઝેરી દવા ખાઈ લેતા તેનું સારવાર દરમિયાન બીજા દિવસે મોત થયું હતું. જૈમીનની અંતિમક્રિયા બાદ તેના ફોનમાંથી વિડીયો અને સામાનમાંથી સ્યુસાઇડ નોટ પરિવારને મળ્યા હતા.જૈમીનએ આરોપી અમૃતજીવનદાસ સ્વામી (Swami Amrutjivandasji) અને ફોઈના દીકરા પીનાકીનને કારણે આત્મહત્યા કરતો હોવાનું જણાવ્યું હતું.

જૈમીન નરોડા વિસ્તારમાં સ્વામિનારાયણ પાર્ક રહેતો અને જહાન હોલિડે સોલ્યુશનના નામથી ટૂર એન્ડ ટ્રાવેલ્સનું કામ કરતો હતો. જૈમીનનો પરિચય સ્વામી (Swami Amrutjivandasji) સાથે પીનાકીને કરાવ્યો હતો. સ્વામી ફલાઇટની ટિકિટ બુક કરાવતા જૈમીન તેઓ પાસે પૈસા લેતો ન હતો. દરમિયાન સ્વામીએ હરિભક્તોને નેપાળ ટૂર કરાવવા માટે પેકેજ આપવા કહ્યું હતું. જૈમીને રૂ.40,52,068નું પેકેજ આપ્યું હતું. ટૂર દરમિયાન સ્વામી (Swami Amrutjivandasji)એ અમુક રકમ એડવાન્સ આપી બાદમાં બાકીની રકમ ટૂર બાદ આપવાની જીદ કરતા નેપાળમાં જૈમીન પૈસા ના ભરી શકતા એક ઘરમાં તેને બેસાડી દીધો હતો. જૈમીને મિત્રને ફોન કરી પૈસા ભરાવ્યાં બાદ છુટકારો થયો હતો.

આ પણ વાંચો: ગુજરાતમાં કોંગ્રેસી MLAના રાજીનામાં બાદ ખાલી પડેલી 8 બેઠકો પર 3 નવેમ્બરે By Ellection

નેપાળથી પરત આવ્યા બાદ સ્વામી પાસે પૈસા માંગતા તેઓએ જણાવ્યું કે, તને જે પૈસા આપ્યા તેમાં તો ટૂર પુરી થઈ જાય હવે શેના પૈસા આથી જૈમીનના પરિવારજનોએ સમજાવવા પ્રયાસ કરતા સ્વામીએ પ્રવીણને રૂપિયા આપી દીધાનું જણાવ્યું હતું. પ્રવીણે મને પૈસા મળ્યા નથી તેમ કહ્યું હતું. બીજી તરફ જૈમીનના પરિવારે દાગીના ગીરવે મૂકી લોકોના પૈસા ચૂકવ્યા હતા. જૈમીને ધંધો બંધ કરી નોકરી શરૂ કરી હતી. જોકે નોકરીમાં પગાર અડધો થઈ ગયો અને દાગીના પર લીધેલા પૈસાનું વ્યાજ પણ ચૂકવવાનું હતું. બીજી તરફ જૈમીનના ફોઈના દિકરાએ આત્મહત્યા કરી તેમાં જૈમીનનું નામ લખ્યું હોવાથી તેની પર કેસ થયો હતો.

આમ ચારે બાજુથી સ્વામી અમૃતજીવનદાસ (Swami Amrutjivandasji) અને પીનાકીનની ઠગાઈથી જૈમીન તકલીફમાં આવી ગયો હતો. આખરે જૈમીનએ ગત તા.14મીના રોજ ઝેરી દવા ખાઈ સ્યુસાઇડ નોટ લખી અને વીડિયો બનાવી આત્મહત્યા કરી હતી.