વડોદરા: વડોદરામાં અકસ્માત થયો છે. બેકાબૂ કાર ક્રૉકરી સ્ટોરમાં ઘુસી ગઇ હતી. આ કારને એક મહિલા ચલાવી રહી હતી અને તેને બ્રેકની જગ્યાએ એક્સીલેટર દબાવી દીધુ હતુ. જે બાદ ગાડી એક ક્રૉકરી સ્ટોરમાં ઘુસી ગઇ હતી. આ દૂર્ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.
Advertisement
Advertisement
બેકાબૂ કારને રોકવાનો પ્રયાસ કર્યો
મહત્વપૂર્મ છે કે વડોદરાના અલકાપુરી વિસ્તારમાં એક મહિલા પોતાની કાર લઇને જતી હતી. અચાનક તે કાર પર નિયંત્રણ ગુમાવી દીધો હતો. આ દરમિયાન તેને બેકાબૂ કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો.
બ્રેકની જગ્યાએ એક્સીલેટર દબાવી દીધુ
મહિલાએ ગભરાઇને બ્રેકની જગ્યાએ એક્સીલેટર જોરથી દબાવી દીધુ હતુ. જે બાદ કાર રસ્તા કિનારા પર આવેલી એક દુકાનમાં ઘુસી ગઇ હતી. સ્ટોરમાં કારના ટકરાવાથી થયેલા અવાજ સાંભળીને લોકો ડરી ગયા હતા.
ગ્રાહક અને કર્મચારીમાં દોડધામ
સ્ટોરની અંદર ગ્રાહક અને કામ કરી રહેલા કર્મચારી કારની ટક્કર બાદ દોડતા થઇ ગયા હતા. ઘટના બાદ મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ ગયા હતા અને બનાવની જાણ પોલીસને કરી હતી. પોલીસે પણ ઘટનાસ્થળે પહોચીને વધુ તપાસ હાથ ધરી હતી. આ ઘટનામાં જોકે, કોઇ નુકસાન થયુ નહતુ પણ સ્ટોરના માલિકને નુકસાન થયુ છે. મોટી સંખ્યામાં સ્ટોરમાં રાખેલો સામાન કારની ટક્કરથી ચકનાચૂર થઇ ગયો હતો.
Advertisement