Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > કોરોનાનો ખૌફ: વડોદરામાં બર્થ ડેના એક દિવસ પહેલા સગીરનો આપઘાત

કોરોનાનો ખૌફ: વડોદરામાં બર્થ ડેના એક દિવસ પહેલા સગીરનો આપઘાત

0
105
  • પૂછવા પર કહેતો- ‘જ્યારે વૅક્સીન આવશે, ત્યારે જ ઘરની બહાર નીકળીશ’  Vadodara Suicide News

વડોદરા: શહેરમાં કોરોનાના ખૌફને (Coronavirus Fears) પગલે ડિપ્રેશનમાં રહેલા 16 વર્ષના સગીરે પોતાના જન્મદિનના એક દિવસ પહેલા આપઘાત (Vadodara Teenage Suicide) કરી લેતા ચકચાર મચી છે. સગીરના માતા-પિતા તેના માટે જન્મદિનની ગિફ્ટ લેવા ગયા હતા, ત્યારે જ તેણે પંખાના હુકમાં ગળે ફાંસો ખાઈને મોતને વ્હાલુ કરી લીધુ હતુ. Vadodara Suicide News

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતો અને ધોરણ-11 સાયન્સમાં ભણતા રાહુલ (નામ બદલ્યુ) નામના સગીરના મનમાં છેલ્લા ઘણાં સમયથી કોરોનાનો ડર (Coronavirus Fear) ઘર કરી ગયો હતો. કોરોનાના ડરના કારણે તે ઘરેથી બહાર પણ નીકળતો નહતો. તેના માતા-પિતા જ્યારે તેને ક્યાંય બહાર જવા કહેતા, ત્યારે તે જવાબ આપતો હતો કે, વૅક્સીન (Corona Vaccine) આવશે, પછી જ ઘરની બહાર નીકળીશ.  Vadodara Suicide News

આ પણ વાંચો:  ‘કોવેક્સીન’ની મંજૂરી પર કોંગ્રેસ નેતાઓએ ઉઠાવ્યા સવાલ, સ્વાસ્થ્ય મંત્રી પાસે માંગી સ્પષ્ટતા

આપઘાત કરનાર સગીરનો રવિવારે બર્થ ડે હતો. આથી તેના માતા-પિતા તેના માટે ગિફ્ટ ખરીદવા માટે બહાર ગયા હતા. જ્યારે તે ઘરે પરત ફર્યા ત્યારે રૂમનો દરવાજો અંદરથી બંધ હતો. આથી તેમણે બીજી ચાવીથી ઘરનો દરવાજો ખોલીને અંદર પહોંચ્યા, તો પુત્રનો મૃતદેહ પંખા પર લટકતો જોવા મળ્યો હતો. Vadodara Suicide News

આ અંગેની જાણ થતાં માંજલપુર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.  (પ્રતિકાત્મ ફોટો) Vadodara Suicide News

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9