Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > વિદ્યાર્થિનીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ ગુજાર્યું, સોશિયલ મીડિયામાં બિભત્સ ફોટા વાયરલ કર્યા

વિદ્યાર્થિનીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ ગુજાર્યું, સોશિયલ મીડિયામાં બિભત્સ ફોટા વાયરલ કર્યા

0
126

વડોદરામાં રહેતી વિદ્યાર્થિનીને સોશિયલ મીડિયા માધ્યમથી પોતાના પ્રમેજાળમાં ફસાવી તેની સાથે વારવાર દુષ્કર્મ આચર્યા બાદ તેના અંગત ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપતો હતો. પોલીસે ફરિયાદના આધારે આરોપી વનરાજ વિરુદ્વ ઈપીકો કલમ 366, 376 (2) (એન) તથા પોક્સો એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે.

છાણી ખાતે રહેતી એક 38 વર્ષિય મહિલાએ આરોપી રાજ વનરાજ ઉર્ફે બંટી પ્રવીણભાઈ (રહે, દસાણગામ, જિ. ભરૂચ) વિરુદ્વ ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે, મહિલાને સંતાનમાં બે બાળકો છે. જેમાં મોટી પુત્રી ધો.12માં અને પુત્ર ધો.8માં ભણે છે. જુન-2021માં મહિલાની પુત્રીનો બર્થ ડે હતો. જેથી તે બહેનપણીના ઘરે જાવ છું, તેમ કહી ઘરેથી નીકળી હતી. ત્યારબાદ પુત્રી ઘરે પરત ફરતાં માતાએ પુછપરછ કરતાં માંજલપુર બહેનપણીના ઘરે ગઈ હતી, તેમ જણાવ્યું હતું. દરમિયાન બીજા જ દિવસે પુત્રીના આરોપી સાથેના બિભત્સ ફોટા સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતા. જેને લઈ માતાના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. તેમણે પુત્રીને પુછતાં તેણે કહ્યું કે, સોશિયલ મીડિયા થકી આરોપી સાથે મુલાકાત થઈ હતી. અમે મેસેન્જરથી એકબીજા સાથે વાતચીત કરતા હતા.

સને 2020માં વનરાજે વિદ્યાર્થિનીને મળવા દુમાડ ચોકડી બોલાવી હતી. તે વખતે વિદ્યાર્થિનીની ઉંમર 17 વર્ષની હતી. આરોપીએ સગીરાને નજીકમાં એક્સપ્રેસ હાઈવે પર આવેલી બાવળની જાળીઓમાં લઈ જઈ તેની પર દુષ્કર્મ ગુજાર્યું હતું. તે પછી વનરાજ દુમાડ પાસે વિદ્યાર્થિનીને છોડી ભાગી ગયો હતો. તા. 28 મે 2021ના રોજ વનરાજે વિદ્યાર્થિનીને ફોન કરી ધમકી આપી હતી કે, હું તને મળવા તારા ઘરે આવું છું, તું ના પાડતી હોય તો હું મરી જઈશ. જેને લઈ વિદ્યાર્થિની ગભરાઈ ગઈ હતી. તેના પિતા વતનમાં હોવાથી વિદ્યાર્થિનીએ આરોપીને ઘરે બોલાવ્યો હતો, તે વખતે તેણે બે વખત વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ આરોપીએ વિદ્યાર્થિના પિતાને ફોન કરી તમારી પુત્રીના મારી સાથે લગ્ન કરાવી આપો, નહીં તો હું મરી જઈશ, તેવી ધમકી આપી હતી. જેથી તેમણે મારી પુત્રીના લગ્ન સમાજમાં કરવાના છે, તેમ કહેતાં આરોપીએ વિદ્યાર્થિની સાથેના બિભત્સ ફોટા સોશિયલ મીડિયામાં વાઈરલ કરી દીધા હતા.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat