Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > સગાઈ તૂટી જતા પૂર્વ મંગેતરે યુવતિ પર 11 દિવસ દુષ્કર્મ આચર્યું

સગાઈ તૂટી જતા પૂર્વ મંગેતરે યુવતિ પર 11 દિવસ દુષ્કર્મ આચર્યું

0
238

વડોદરામાં પૂર્વ મંગેતર સાથે સગાઈ તૂટી જતા 11 દિવસ સુધી યુવતિ પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. તેની સગાઈ તૂટી જતા યુવતિને તેના બે મિત્રો સાથે રિક્ષામાં અપહરણ કરી લુણાવાડા લઈ ગયો હતો. યુવતિએ તેના પર વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ પોલીસ મથકે દાખલ કરી હતી. પોલીસે આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

રાજયમાં દિવસે દિવસે દુષ્કર્મના બનાવો વધતા જોવા મળી રહ્યા છે. ત્યારે ફરી એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં પૂર્વ મંગેતરની સગાઈ તૂટી જતા તેણે પોતાના મિત્રોની મદદથી યુવતિનું અપહરણ કરી લુણાવાડા લઈ ગયો હતો અને 11 દિવસ સુધી તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ યુવતિએ પોલીસ મથકે દાખલ કરી છે.

આ પણ વાંચો: Tapi : ઇન્ચાર્જ DEO અને ક્લાર્કને 10 લાખની લાંચ મામલે ACBએ ઝડપ્યા

આ આરોપી ભાવી સાસુને પણ ગાળો આપતો હતો. જેથી તેની હરકતોથી કંટાળી યુવતીના પરિવારજનોએ સગાઈ તોડી નાખી હતી. તેમ છતાં ગત પાંચ ઓક્ટોબરે અરબાજે પોતાનો મોબાઈલ ફોન પરત લેવાના બહાને યુવતીને ફોન કરી ઘરની બહાર બોલાવી હતી. યુવતી ચંદ્રગુપ્ત એપાર્ટમેન્ટ પાસે આરોપીને ફોન આપવા ગઈ હતી. તે વખતે રીક્ષામાં અરબાજની સાથે તેના બે મિત્રો પણ હતા.

યુવતી ફોન આપી ઘરે પરત જતી હતી, ત્યારે આરોપી મુજે તેરે સાથ શાદી કરની હૈ, તેમ કહી બળજબરીથી રીક્ષામાં બેસાડી ગોલ્ડન ચોકડી લઈ ગયો હતો. જ્યાં બસ મારફતે યુવતીને લુણાવાડા તેના મિત્રના ઘરે લઈ જઈ તેને કહ્યુ કે, આની સાથે મારી મંગની થઈ છે. આરોપીએ 11 દિવસ સુધી યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. યુવતીએ વારસિયા પોલીસ મથકે આરોપી અને તેના બે મિત્રો વિરુદ્ધ મદદગારી કરવા બદલની ફરિયાદ નોંધાવી છે.