Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > રાજકોટમાં દિવસમાં લગ્ન માટે પોલીસ મંજૂરીની જરુર નથી

રાજકોટમાં દિવસમાં લગ્ન માટે પોલીસ મંજૂરીની જરુર નથી

0
119

રાજયમાં હાલ કોરોના વાયરસના વધી રહેલા કેસને ધ્યાનમાં લઈ સરકાર દ્વારા તમામ લગ્નને દિવસમાં જ ઉજવવા માટેના આદેશ આપ્યા છે અવે એમાં પણ ફકત 100 લોકો જ લગ્નમાં હાજર રહી શકશે. ત્યારે રાજકોટના લગ્ન ઈચ્છુકો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં 100થી ઓછા લોકો માટેના લગ્ન પ્રસંગમાં પોલીસની પરવાનગીની જરુર નહીં પડે.

રાજકોટમાં લગ્ન કરનારા પરિવારો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં દિવસે લગ્ન કરનારાઓ માટે પોલીસની મંજૂરીની જરુર પડશે નહીં. વસે યોજાતાં લગ્ન માટે જ મંજૂરી નહીં લેવી પડે. રાત્રે 9થી સવારના 9 વાગ્યા સુધી કોઈ મંજૂરી આપવામાં આવશે નહીં. આ ઉપરાંત લગ્નમાં સામેલ લોકોએ રાત્રે 9 વાગ્યા પહેલાં પોતાના ઘરે પહોંચી જવું પડશે. સમય અંગે પોલીસ કેટરર્સ અને રસોઈયાની પુછપરછ કરશે.

અગાઉની ગાઈડલાઈન મુજબ લગ્નપ્રસંગમાં 200 વ્યક્તિને મંજૂરી હતી. પણ સરકારે તેને ઘટાડી 100 કરી દીધી છે. જેને કારણે જે ઘરમાં લગ્ન હોય તેઓને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કંકોત્રી લઈને મંજૂરી માટે જવું પડતું હતું. રાજકોટમાં પોલીસ સ્ટેશન બહાર મંજૂરી માટે લાંબી લાઈનો લાગી હતી. જે લોકોનાં ઘરમાં લગ્ન છે તે લોકો હાલ ખુબ જ મુશ્કેલીમાં છે. અને લગ્ન કેવી રીતે પાર પાડવા તે અંગે ચિંતાઓ કરી રહ્યા છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9