Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > વડોદરા: વોટ્સએપ પર ચાલતું સેક્સ રેકેટ ઝડપાયું

વડોદરા: વોટ્સએપ પર ચાલતું સેક્સ રેકેટ ઝડપાયું

0
189

વડોદરામાં પોલીસે સેક્સ રેકેટને પર્દાફાશ કર્યો છે. નોર્થ ઈસ્ટથી છોકરીઓ (vadodara Online sex racket) લાવી દેહવેપાર કરાવવામાં આવતો હતો. જો કે, એક વેબસાઈટ બનાવી ગ્રાહકો માટે એક વોટ્સએપ નંબર આપવામાં આવતો અને સંપર્કમાં આવતી યુવતિઓના અશ્લિલ ફોટાઓ મોકલી તે પ્રમાણે ભાવ પણ નક્કિ કરવામાં આવતો હતો. પોલીસે વોટ્સઅપ પર ચાલતા સેક્સ રેકેટની જાણ કારેલીબાગ પોલીસને થતા એક આરોપીની ધરપકડ કરી છે. vadodara Online sex racket

આ બનાવની મળતી માહિતી પ્રમાણે, આરોપી ખાનગી રીતે વોટ્સઅપના માધ્યમથી સેક્સ રેકેટ ચાલાવતો હતો અને તેની માહિતી પોલીસને મળી હતી. જેથી આ રેકેટનો પર્દાફશ કરવા માટે પોલીસે છટકુ ગોઠવ્યું હતું. જેથી પોલીસ ડમી ગ્રાહક મારફતે સંપર્ક કર્યો હતો અને વોટ્સઅપ પર સંપર્ક કરતા તુંરત જ સામેથી યુવતીઓના અશ્લિલ ફોટા મોકલી ભાવ તાલ નક્કી કરવામાં આવ્યો હતો. vadodara Online sex racket

આ પણ વાંચો: નવસારી નર્સના અપમૃત્યુ કેસમાં સર્જનની અને સાસરિયાની સતામણી જવાબદાર

ડમી ગ્રાહકે ભાવ તાલ નક્કી કરતા એક શખ્સ ફોર વ્હિલર કારમાં યુવતીને લઇને વી.આઇ.પી રોડ પર પહોંચ્યો હતો. જ્યાં વોચમાં રહેલી પોલીસે દિલ્હીના જીવન શ્રીલાલ ભુલ ( મુળ પસ્શિમ દિલ્હી, હાલ રહે. ચંદન મહેલ હોટલ, સયાજીગંજ)ને ઝડપી પાડ્યો હતો. જીવન સામે અગાઉ વર્ષ 2019માં સયાજીગંજ અને ગોરવા પોલીસ સ્ટેશન ખાતે ઇમમોરલ ટ્રાફિકીંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયેલો છે. જે મોબાઇલ નંબર મારફતે જીવન અગાઉ સેક્સ રેકેટ ચલાવતો હતો તે જ નંબરનો હાલમાં પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. vadodara Online sex racket

પોલીસે આ મામલે જીવન સામે ધી ઇમોરલ ટ્રાફિક એક્ટ હેઠળ ગુનો નોંધી તેની પ્રાથમિક પુછપરછ કરતા અન્ય એક મહિલા સયાજીગંજ વિસ્તારમાં આવેલી મમતા હોટલમાં હોવાનુ જાણવા મળ્યું હતું. આમ પોલીસે સિક્કમની બે યુવતીઓને સેક્સ રેકેટમાંથી મુક્ત કરાવી તેમના ઘરે પરત મોકલવા તજવીજ હાથ ધરી છે.

(પ્રતિકાત્મક તસવીર)