Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > કોરોના સામે જંગ: વડોદરા આરોગ્ય વિભાગની ટીમ સજ્જ, ડૉર-ટૂ-ડૉર સર્વે શરૂ

કોરોના સામે જંગ: વડોદરા આરોગ્ય વિભાગની ટીમ સજ્જ, ડૉર-ટૂ-ડૉર સર્વે શરૂ

0
88

Vadodara Fight Against Corona: છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો (Corona Outbreak In Gujarat) થઈ રહ્યો છે, ત્યારે તકેદારીના ભાગરૂપે વડોદરામાં નાઈટ કરફ્યુ (Vadodara Night Curfew) લાગૂ કરવામાં આવ્યો છે. વડોદરા શહેરમાં પણ દિવાળીના તહેવારો બાદ કોરોનાના પોઝિટિવ કેસો (Corona Cases) સતત વધતા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે.

વડોદરા મ્યુન્સિપલ કોર્પોરેશન દ્વારા સોમવારે ડોર-ટૂ-ડોર સર્વે (Door To Door Survey) શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત 828 ટીમો દ્વારા ઘરે-ઘરે જઈને સર્વે કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન શહેરના દરેક ઘરમાં પરિવારના સભ્યોના આરોગ્યની ચકાસણી (Health Checkup) કરવામાં આવશે. જેમાં ખાસ કરીને વયસ્ક અને ઓક્સિજનના લેવલની તપાસ અને શંકાસ્પદ લોકોના કોરોના ટેસ્ટિંગ (Corona Testing) કરવામાં આવી રહ્યાં છે.

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં આગામી 2-3 મહિનામાં સરકાર બનાવશે ભાજપ, કેન્દ્રીય મંત્રીનો દાવો

ઉલ્લેખનીય છે કે, જીવલેણ કોરોનાનું સંક્રમણ (Corona Outbreak In Gujarat) ફેલાતુ અટકાવવા માટે વડોદરામાં રાત્રી કરફ્યુ (Vadodara Night Curfew) સહિતના પગલા લેવાઈ રહ્યા છે. જે અંતર્ગત આજથી ડોર-ટૂ-ડોર સર્વે (Door To Door Survey) કરવામાં આવી રહ્યો છે.

આ સર્વે (Door To Door Survey) દરમિયાન કોરોનાના (Corona Symptoms) લક્ષણો ધરાવતા દર્દીઓને શોધવામાં આવશે. આગામી 8 દિવસમાં શહેરના 18 લાખ લોકોના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવશે. આ સર્વેમાં બે-બે સભ્યોની ટીમ બનાવવામાં આવી છે. જેમની પાસે થર્મલ ટેમ્પરેચર ગન અને એક્સિમીટર રહેશે. જે ઘરે-ઘરે ફરીને કોરોનાના લક્ષણો (Corona Symptoms) ધરાવતા દર્દીઓની નોંધ કરશે.