Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > વડોદરા: કોરોનાના કેસ વધતા તંત્ર સતર્ક, 120 હોટસ્પોટમાં સઘન ચેકિંગ

વડોદરા: કોરોનાના કેસ વધતા તંત્ર સતર્ક, 120 હોટસ્પોટમાં સઘન ચેકિંગ

0
106

વડોદરા: રાજ્યભરમાં દિવાળી બાદ ઠંડીના ચમકારા સાથે જ કોરોના સંક્રમિતોની સંખ્યામાં (Corona Cases) સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે વડોદરામાં કોરોનાનું સંક્રમણ (Vadodara Corona Case) ફેલાતુ અટકાવવા માટે વહીવટી તંત્ર સતર્ક બન્યું છે. જે અંતર્ગત વડોદરામાં આજથી કોવિડ ગાઈડલાઈનનું (Covid Guidelines) પાલન કરાવવા માટે સઘન ઝૂંબેશની કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે.

વડોદરામાં કોવિડ ગાઈડલાઈનનું (Covid Guidelines) પાલન કરાવવા માટે 24 ફ્લાઈંગ સ્ક્વોડની ટીમ કડક કાર્યવાહી કરશે. આ માટે શહેરમાં 120 જેટલા હોટસ્પોટ (Vadodara Corona Hotspot) નક્કી કરવામાં આવ્યા છે. જ્યાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ અને માસ્ક વિના ફરી રહેલા લોકો પાસેથી દંડ વસૂલવામાં આવશે.

આ પણ વાંચો: અમેરિકાએ 26/11 મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ પર 50 લાખ ડોલરનું ઈનામ જાહેર કર્યું

આટલું જ નહી, માસ્ક વિના દુકાનોમાં કામ કરતાં અને માસ્ક વિના વેપાર કરી રહેલા દુકાનદારોની દુકાનો સીલ કરવામાં આવશે. આ માટે ખાસ ફ્લાઈંગ સ્ક્વોડ તૈયાર કરવામાં આવી છે. મોટા મૉલ માટે 4 ઝોનમાં એક ફ્લાઈંગ સ્ક્વોડ તૈયાર કરવામાં આવી છે. જેમાં તપાસ દરમિયાન જે મૉલમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ જણાશે તે મૉલને સીલ મરવામાં આવશે.

જણાવી દઈએ કે, ગુજરાતમાં ગઈકાલે 1607 નવા કેસો (Corona Cases) સામે આવ્યા હતા. જ્યારે વધુ 16 લોકોના કોરોનાના કારણે મોત થયા હતા. આ સાથે જ જીવલેણ વાઈરસ (Corona Virus) અત્યાર સુધી રાજ્યમાં કુલ 3938 લોકોને ભરખી ચૂક્યો છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9