Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > વડોદરામાં મોડી રાત્રે નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી, 3નાં મોત, રેસ્ક્યુ શરૂ

વડોદરામાં મોડી રાત્રે નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી, 3નાં મોત, રેસ્ક્યુ શરૂ

0
165
  • બાવામનપુરામાં સોમવારે મોડી રાત્રે 3 વાગે 4 માળની નવનિર્મિત બિલ્ડિંગ ધરાશાયી
  • દુર્ઘટનામાં 3 લોકોના મોત જેમાં એક મહિલા અને 2 પુરુષો શામેલ
  • પ્રશાસન અને ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે હાજર, રેસ્ક્યુ શરૂ

બાવામનપુરા : વડોદરાના પાણીગેટના બાવામનપુરામાં સોમવારે મોડી રાત્રે 3 વાગે 4 માળની નવનિર્મિત બિલ્ડિંગ ધરાશાયી (vadodara building collapse) થતાં 7 વ્યક્તિઓ દટાયા હોવાની આશંકા સેવાઇ રહી છે. આ ઘટનામાં 3 લોકોના મોત નિપજ્યાં છે. મૃતકોમાં એક મહિલા અને 2 પુરુષો શામેલ છે. મૃતકો મજૂરો હતાં. આ ઘટનાની સૂચના મળતા જ પ્રશાસન અને ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. રેસ્ક્યુ ઓપરેશન હજી ચાલુ છે.

ફાયર બ્રિગેડ દ્વારા તાબડતોબ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને 9 પૈકી 1 બાળક સહિત 3ને બચાવી લેવાયા હતાં. મળતી માહિતી મુજબ વડોદરાના બાવામાનપુરા વિસ્તારમાં અચાનક એક નિર્માણાધીન ઈમારત (vadodara building collapse) ધસી પડી. જેમાં એક મહિલા અને 2 પુરુષો સહિત 3 લોકોનાં અત્યાર સુધીમાં મૃત્યુ થયા છે. 18 વર્ષના એક યુવકને જીવતો બહાર કાઢવામાં આવ્યો છે.

આ દુર્ઘટના જ્યારે ઘટી ત્યારે આ ઈમારતની છત પર 4 લોકો સૂતા હતાં. ફાયર બ્રિગેડ દ્વારા હજુ પણ રેસ્ક્યુ કામગીરી ચાલુ છે. તમામ કાટમાળ હટાવીને કોઈ વ્યક્તિ દબાયેલો છે કે નહીં તેની ખરાઈ હાલમાં કરવામાં આવી રહી છે.

vadodara building collapse

આ ઘટનામાં એવું જાણવા મળી રહ્યું છે કે લોકોએ આ બિલ્ડિંગ વિશે તંત્રને વારંવાર ફરિયાદ કરી હતી પરંતુ પ્રશાસને કોઈનું સાંભળ્યું ન હોતું તેવો લોકો આક્ષેપ કરી રહ્યાં છે. વડોદરામાં બનેલી આ ગમખ્વાર ઘટનામાં ઘણા વાહનો પણ ક્ષતિગ્રસ્ત (vadodara building collapse) થયા છે. આ બનાવના પગલે લોકોના ટોળેટોળાં ઉમટ્યા હતાં. આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતાં.

આ પણ વાંચો: અમદાવાદ-સુરત કોરોનાના સકંજામાં, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1404 નવા કેસ