Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > વડોદરા: કાર ચાલકે બાઈકને અડફેટે લેતા માતાનું મોત, પુત્રને ગંભીર ઈજા

વડોદરા: કાર ચાલકે બાઈકને અડફેટે લેતા માતાનું મોત, પુત્રને ગંભીર ઈજા

0
40

વડોદરાના આજવા ચોકડી પાસે કાર ચાલકે બાઈકને અડફેટે લેતા બાઈક સવાર માતા પુત્ર જમીન પર પટકાયા હતા અને માતાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જો કે, પુત્રને ગંભીર ઈજાઓ થતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. આ બનાવની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થે પહોંચી હતી અને અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

વડોદરાના વાઘોડિયા ખાતે આવેલ રવાલ ફળિયામાં રહેતા શામળભાઈ મકવાણા જે વાઘોડિયા જીઆઈડીસીમાં કામ કરે છે. તેઓ ગતરોજ તેમના બનેવીના તેરમાંની વિધિમાં હાજર રહેવા માટે ગયા હતા. જો કે, તેઓ માતા મંછાબેન રામાભાઈ મકવાણા સાથે બાઈક પર બેસી વાઘોડિયા રોડ પર આવેલી એક સોસાયટીમાં ગયા હતા. vadodara accident Mother Death

આ પણ વાંચો: જાતિ વિષયક વાંધાજનક શબ્દો ઉચ્ચારણનો મામલો, કોર્ટે બે આરોપીના આગોતરા જામીન ફગાવ્યા

ત્યાથી પરત ફરી રહ્યા હતા તે સમયે નેશનલ હાઈવે નંબર આઠ પર પુરપાટ ઝડપે ઘસી આવેલી કારે તેમની બાઈકને પાછળથી ટક્કર મારી હતી. જેથી તેઓ જમીન પર પટકાયા હતા માતાને ગંભીરઈજાઓ થતા તેમના હોસ્પિટલ લઈ જવામાં આવી હતી પરતું ત્યા હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. vadodara accident Mother Death

આ બનાવ અંગેની ફરિયાદ બાપોદ પોલીસ સ્ટેશનમાં નોધાતા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. vadodara accident Mother Death

ઉલ્લેખનીય છે કે, ગતરાત મોડી રાત્રે મોરબીના માળીયા ફાટક પાસે ગોઝારા અકસ્માત થયો હતો. આ અકસ્તમાત એટલો ભયાનક હતો કે આસપાસનો લોકો તરત જ દોડી આવ્યા હતા. આ અકસ્માતમાં ચાર જીવનોના દીપ ઓલવાતા પંથકમાં શોકની લાગણી પ્રસરી છે. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા ચારેય આશાસ્પદો યુવકોની ઉંમર 20 વર્ષથી ઓછી છે.

આ પણ વાંચો: અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી લડવા કોંગ્રેસમાં દાવેદારોનો રાફડો, એક વોર્ડમાં 50-50 દાવેદાર

મૃત્યુ પામેલા યુવાઓમાં બે સગા ભાઈઓ હોવાનું સામે આવી રહ્યું છે, તદ્દ ઉપરાંત સાળો બનેવી હોવાનું પણ જાણવા મળ્યું છે. આમ મૃતકો પરસ્પર એકબીજાના નજીકના સંબંધી હતા. આમ એક જ પરિવાર ઉપર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. vadodara accident Mother Death

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9