Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > વડગામ: CMએ અકસ્માતના ભોગ બનેલા પીડિતોને આપ્યુ વળતર, જિગ્નેશ મેવાણીએ કરી હતી રજૂઆત

વડગામ: CMએ અકસ્માતના ભોગ બનેલા પીડિતોને આપ્યુ વળતર, જિગ્નેશ મેવાણીએ કરી હતી રજૂઆત

0
3080

વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની પહેલને કારણે પીડિતોને વળતર આપવામાં આવ્યુ છે. થોડા સમય પહેલા અંબાજીના ત્રિશુળીયા ઘાટ પર વડગામના ભલગામના 9 લોકોના પીકઅપ ડાલુ પલટી જતા મોત થયા હતા.જોકે, મુખ્યમંત્રીને વારંવાર રજૂઆત કરવા છતા કોઇ સહાય કરવામાં આવતી નહતી. હવે મુખ્યમંત્રી તરફથી પીડિતોના પરિવારજનોને 2 લાખના વળતરનો ચેક મોકલવામાં આવ્યો છે.

જિગ્નેશ મેવાણીએ ચલાવી હતી લડત

વડગામ તાલુકાના ભલગામના સિપાઇ સમાજના 9 લોકોના અંબાજીના ત્રીશુળીયા ઘાટ પર પીકઅપ ડાલુ પલટી જતા મોત થયા હતા. જિંગ્નેશ મેવાણીએ ભલગામના પીડિત પરિવારોને સહાય મળે તે માટે જહેમત ઉઠાવી હતી. જિંગ્નેશ મેવાણીએ જ્યાં સુધી સહાય ના ચુકવાય ત્યા સુધી મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવાનું સતત ચાલુ રાખ્યુ હતું. સતત 9 દિવસ સુધી આવેદનપત્રો અને રૂબરૂ મુલાકાતોનો મુખ્યમંત્રીની ઓફિસમાં મારો ચલાવ્યો હતો, જેના પરિણામે આજે તંત્ર ઝૂંકી ગયુ હતું.

જિગ્નેશ મેવાણીએ કરી હતી રજૂઆત

વડગામના ધારાસભ્ય જિંગ્નેશ મેવાણીએ અંબાજી પાસે અકસ્માતનો ભોગ બનેલા પીડિત પરિવારોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાય પહોચાડવા મામલે અરજી કરી હતી. જીગ્નેશ મેવાણીએ લખ્યુ હતું, ‘આપ સાહેબને વિનંતી છે કે બનાસકાંઠા જિલ્લા તંત્ર પાસેથી મૃ઼તકો અને ઇજાગ્રસ્ત લોકોની યાદી મંગાવી તાત્કાલીક ધોરણે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી કે ખાસ કિસ્સામાં માનવતાના ધોરણે સહાય ચુકવશો. અકસ્માતનો ભોગ બનનાર તમામ લોકો આર્થિક રીતે અત્યંત ગરીબ પરિવારના છે અને એમના પરિવાર ઉપર આવી પડેલ આ સંકટની આ ઘડીએ આપ માનવીય અભિગમ દાખવી તાત્કાલીન અસરથી આર્થિક સહાય જાહેર કરો એવી મારી આપને વિનંતી છે.’

ભુજના ધારાસભ્ય ડૉ. નીમાબેન આચાર્યએ 3 મેડિકલ બિલ સરકાર પાસેથી વસૂલ કર્યા