Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > પોલીસની દાદાગીરી! વાડજ સર્વેલન્સ સ્ક્વોડને મફત પિચકારી ના આપતા વેપારીને ફટકારી ગુનો નોંધ્યો

પોલીસની દાદાગીરી! વાડજ સર્વેલન્સ સ્ક્વોડને મફત પિચકારી ના આપતા વેપારીને ફટકારી ગુનો નોંધ્યો

0
63
  • રાત્રે વેપારી પડદો પાડી બેઠા હતા, ત્યારે પોલીસ ધક્કામુકી કરી વેપારીને લઈ ગઈ
  • વેપારીનાં આક્ષેપ સાથે CCTV ફૂટેજ છતાં મામલો દબાવવા ઉચ્ચ અધિકારીઓ ના ધમપછાડા

અમદાવાદ: પોલીસ વેપારીઓને ડરાવી ધમકાવી મફત લઈ જતી હોવાની છાપ પહેલેથી છે. આ છાપને અમદાવાદની વાડજ પોલીસે (Vadaj Police) સાર્થક કરી છે. નવા વાડજ વિસ્તારમાં આવેલા મિર્ચી મેદાનમાં પિચકારી સિઝનેબલ સ્ટોરમાં વાડજ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડના કર્મચારીઓએ સાંજના સમયે જઈ મફત પિચકારી માંગી હતી. જોકે વેપારીએ પિચકારી ન આપતા વહીવટદારના ઈશારે રાત્રે તંબુ નો પડદો બંધ હોવા છતાં પોલીસ ઘુસી ગઈ હતી અને વેપારીને ધક્કામુકી કરી લઈ ગઈ હતી. આ અંગે વાડજ પોલીસ (Vadaj Police) અને ઉચ્ચ અધિકારીઓએ મામલો દબાવવા અથાગ પ્રયાસો કર્યા હતા. જોકે વહીવટદારના ઈશારે તપાસમાં ભીનું સંકેલાઈ દેવાયું હોવાની પોલીસ બેડામાં ચર્ચા છે.

નવા વાડજ વિસ્તારમાં રહેતા અને મિર્ચી મેદાનમાં “જય જોગણી” નામે સિઝનેબલ સ્ટોર ધરાવતા દિલીપભાઈનો આક્ષેપ છે કે, 28મી માર્ચે સાંજના 7 વાગ્યની આસપાસના સમયે વાડજ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના પોલીસ કર્મીઓ સ્ટોરમાં આવ્યા હતા અને ફ્રીમાં પિચકારી માંગી હતી. જો કે તેમણે પિચકારી મફતમાં ના આપતા 10 વાગ્યા બાદ પોલીસકર્મીઓ આવ્યા હતા અને વાડજ સ્ટેશનમાં લઈ જઈ ધોલ ધપાટ કરી હતી.

આ પણ વાંચો: BJP સાંસદનો મોદી સરકારને ટોણો-‘PoK મેળવવું અને બલુચિસ્તાનને આઝાદ કરાવાનું સપનું ભૂલી જાવ’

વધુમાં તેમણે જણાવ્યું કે, સિઝનલ ધંધો છે અને તંબુ બાંધીને અંદર માલસામાન હોવાથી અમે દુકાનમાં રાત્રે પડદો પાડી અને ત્યાં જ રહેતા હતા. રાત્રે કારીગરો સાથે બેઠા હતા અને બાદમાં રાત્રે 10 પછી પોલીસવાળા (Vadaj Police) આવીને બોલાચાલી કરી પોલીસ સ્ટેશનમાં લઈ જઈ ગુનો નોંધ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.

ઉલ્લેખનીય છે કે, વહીવટદાર ના કહેવાથી ડી સ્ટાફના માણસો પિચકારી લેવા ગયા હતા. જોકે પિચકારી ન મળતા વહીવટદારે પીઆઈને જાણ કરી તેના પર કાર્યવાહી કરવા દબાણ કર્યું હોવાથી તે વેપારી પર કાર્યવાહી કરવામાં આવી હોવાની ચર્ચા છે. જોકે વહીવટદાર ક્રાઇમ બ્રાન્ચમાં કડા ના નામે મોટી ધાક ધરાવે છે જેથી કોઈ પણ ઉચ્ચ અધિકારી તેમના સામે પગલાં પણ ભરતા ગભરાતા હોવાની પોલીસ બેડામાં ચર્ચા છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat