Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > 6 નવેમ્બરથી વડતાલમાં યોજાશે વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ

6 નવેમ્બરથી વડતાલમાં યોજાશે વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ

0
365

સુપ્રસિદ્ધ શ્રીસ્વામીનારાયણ મંદિર વડતાલધામ ખાતે આગામી 6થી 12 નવેમ્બર 2019 દરમિયાન ભવ્ય વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ યોજાશે.

વડતાલધામમાં ઉજવાનાર આ મહોત્સવ પૂર્વે દર રવિવારે વિવિધ મંદિરો તથા સત્સંગ કેન્દ્રોમાં ભવ્ય સત્સંગ સંમેલનનું આયોજન વડતાલ મંદિર દ્વારા કરવામાં આવે છે, તેના ભાગરૂપે પ.પૂ.ધ.ધુ.1008 આચાર્ય શ્રીરાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદથી તેમજ ચેરમેન પૂ.શ્રીદેવપ્રકાશદાસજી સ્વામી અને ગુરૂ પ.પૂ.સદ્.શ્રીનીલકંઠચરણદાસજી સ્વામીની પ્રેરણાથી આમંત્રણ કીર્તન નં.16નું વિમોચન 8 ઓક્ટોબરે સંસ્કારધામ ગુરૂકુલ-ધ્રાંગધ્રા ખાતે કરવામાં આવ્યુ હતું.જેમાં યજમાન પ.પૂ.સદ્.શ્રીરામકૃષ્ણદાસજી સ્વામી, શ્રીસ્વામિનારાયણ સંસ્કારધામ ગુરૂકુલ, ધ્રાંગધ્રા બન્યુ હતું.