Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > ‘ખાનગી ક્ષેત્રને તક મળે તો 60 દિવસમાં 50 કરોડ લોકોને રસી આપવી સંભવ’

‘ખાનગી ક્ષેત્રને તક મળે તો 60 દિવસમાં 50 કરોડ લોકોને રસી આપવી સંભવ’

0
105

સરકારે જૂલાઈ સુધી 30 કરોડ લોકોને કોરોના વેક્સિન આપવાનું લક્ષ્ય રાખ્યું છે. તેના માટે આપણે દરરોજ 20 લાખથી વધારે લોકોને રસી આપવાની જરૂરત છે. પરંતુ સરકારી મશીનરી રોજ ચાર લાખથી ઓછો લાકોને રસી આપી શકી રહી છે. તો ઉપાય શું છે? દિગ્ગજ ઉદ્યમીઓથી લઈને ડોકટરો સુધી કહી રહ્યાં છે કે, પ્રાઈવેટ સેક્ટરને રસીકરણમાં લગાવવામાં આવે તો આપણે ટાર્ગેટને ખુબ જ સારી રીતે પાર પાડી શકીએ છીએ. 60 દિવસમાં 50 કરોડ રસી લગાવી શકીએ છીએ.

અજીમ પ્રેમજીએ શું કહ્યું?

બેંગ્લોર ચેમ્બર ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ કોમર્સે રવિવારે એક પોસ્ટ બજેટ ચર્ચા સત્રનું આયોજન કર્યું હતું. જેમાં દેશના નામામંત્રી નિર્મલા સીતારમણ પણ સામેલ થયા હતા. આ કાર્યક્રમાં વિપ્રોના ફાઉન્ડર ચેરમેન અજીમ પ્રેમજીએ નાણામંત્રી સામે કહ્યું કે, કોવિડ-19 વિરૂદ્ધ ચાલી રહેલી લડાઈમાં પ્રાઈવેટ સેક્ટરને સામેલ કરવાથી આને વધારે પ્રભાવી બનાવી શકાય છે.

પ્રેમજીએ તે પણ કહ્યું :-

– વેક્સિનેશને વધારે પ્રભાવી બનાવવાની સાથે-સાથે રસીની કિંમતમાં પણ ઘટાડો કરી શકાય છે.
– જો સરકાર ઝડપી પ્રાઈવેટ સેક્ટરને આમાં સામેલ કરે તો અમે નિશ્ચિત રીતે 60 દિવસમાં 500 મિલિયન એટલે 50 કરોડ લોકોને રસી આપી શકીએ છીએ.
– આપણે સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયા (SII)થી 300 રૂપિયા પ્રતિ ડોઝના દરથી વેક્સિન પ્રાપ્ત કરી શકીએ છીએ અને હોસ્પિટલ્સ તથા પ્રાઈવેટસ નર્સિંગ હોમ પ્રશાસન તેને 100 રૂપિયા લઈને લગાવી આપે. આવી રીતે માત્ર 400 રૂપિયા પ્રતિ ડોઝના દરથી આપણે રસીકરણ કરી શકીએ છીએ. આનાથી આપણે મોટા પ્રમાણમાં વસ્તીને કવર કરી શકીએ છીએ.

ઓટો કંપનીના ચેરમેન આનંદ મહિન્દ્રનું ટ્વિટ

16 ફેબ્રુઆરી 2021ના બપોર એક વાગીને 45 મીનિટે મહિન્દ્ર ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્ર પોતાના ટ્વિટર એકાઉન્ટથી એક ગ્રાફિક્સને ટ્વિટ કરતાં લખ્યું કે, આપણે વેક્સિનેશનની બાબતમાં દુનિયામાં ચોથા નંબર પર છીએ, પરંતુ તે પપ્યાપ્ત નથી. આપણી પાસે વ્યાપાક ઉત્પાદન ક્ષમતા છે. આપણે ખાનગી ક્ષેત્રમાં વર્તમાન ક્ષમતાને ઉપયોગ કરવાની જરૂરત છે. ન્યૂ કોરોના વેવ્સ વિરૂદ્ધ વ્યાપક રસીકરણની આશા છે. કોરોનાની નવી લહેર એક ગંભીર ખતરો છે. આ ટ્વિટમાં ડોક્ટર હર્ષવર્ધનને ટેગ કરવામાં આવ્યા હતા.

ટોપ બેંકરે શું કહ્યું?

કોટક મહિન્દ્ર બેંકના એમડી અને સીઈઓ ઉદય કોટક આ સમયે કોન્ફડરેસન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII)ના પ્રેસીડેન્ટ પણ છે. ઓલ ઈન્ડિયા મેનેજેમેન્ટ એસોશિએશનને સંબોધિત કરતાં જે તેમને કહ્યું હતુ તેમાં કેટલીક વાતો મહત્વપૂર્ણ હતી. જેમ કે તેમને કહ્યું કે, આપણે જેટલી ઝડપી મહામારી પછીના યુગમાં પહોંચીશું તે આપણા માટે વધારે સારૂ રહેશે. દુનિયા અને ભારતે રસીકરણ કરવાને લઈને ચેલેન્જ લીધી છે. મને આશા છે કે, આપણે આપણા લોકોને ઝડપીમાં ઝડપી રસી આપી શકીશું અને એક નવી યાત્રાની શરૂઆત કરી શકીએ છીએ.

અમેરિકામાં મદદ માટે આગળ આવી રહ્યાં છે કોર્પોરેટ દિગ્ગજ

અમેરિકામાં કોવિડ વિરૂદ્ધ ચાલી રહેલા સંઘર્ષમાં દિગ્ગજ કંપનીઓ પોતાનું સહયોગ પ્રદાન કરી રહી છે. ત્યાના નબળા કો-ઓર્ડિનેશન અને સપ્લાઈ મેનેજમેન્ટને મજબૂત કરવામાં આવી રહ્યું છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat