Gujarat Exclusive > દેશ-વિદેશ > મુંબઈમાં વેક્સિનેશન માટે અફરા-તફરી, બંધ કરવા પડ્યા અનેક સેન્ટર્સ

મુંબઈમાં વેક્સિનેશન માટે અફરા-તફરી, બંધ કરવા પડ્યા અનેક સેન્ટર્સ

0
31

મુંબઈમાં વેક્સિનેશન માટે સેન્ટરો પર મોટી સંખ્યામાં લોકો આવી રહ્યાં છે. આટલા બધા લોકોની ડિમાંડ પૂરી ના થવાના કારણે અનેક સેન્ટર્સ બંધ કરવાની નોબત આવી ગઈ. ગુરૂવારે બીએમસીએ 73માંથી 40 કેન્દ્ર બંધ કરી દીધા છે. સાથે જ 33 કેન્દ્રો પર માત્ર બીજો ડોઝ લેનારાઓને પરમિશન આપવામાં આવશે. પરંતુ 1 મેથી 18 વર્ષથી ઉપરના લોકો માટે શરૂ થવા જઈ રહેલ રસીકરણ અભિયાનથી પહેલા મોટી ઉંમરના લોકો રસી લેવા માટે મોટી સંખ્યામાં ઉંમટી રહ્યાં છે.

બીએસીએ ટ્વિટ કરીને લોકો પાસે સહયોગ માંગ્યો છે. બીએમસીનું કહેવું છે કે, હાલમાં તેમની પાસે વેક્સિન નથી, એવામાં જ્યારે ઉપલબ્ધ હશે તો લોકોને ફોન, મેસેજ કરી દેવામાં આવશે.

મહારાષ્ટ્ર સરકારે બુધવારે નિર્ણય કર્યો હતો કે, મહારાષ્ટ્રમાં 1 મેથી શરૂ થઈ રહેલા રસીકરણ અભિયાનમાં 18-44 વર્ષના લોકોને ફ્રિમાં વેક્સિન આપવામાં આવશે. આ નિર્ણય રાજ્યની મંત્રીમંડળની બેઠકમાં લેવામાં આવ્યો, જે પછી સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ મીડિયાને આની જાણકારી આપી.

ઠાકરેએ કહ્યું હતુ- રાજ્યમાં નાણાકીય સંકટ છતાં લોકોના સ્વાસ્થ્ય અમારી પ્રાથમિકતા છે, તેથી રાજ્ય સરકારોએ 18-44 વર્ષના લોકોને ફ્રિમાં રસી આપવાનો નિર્ણય કર્યો છે. તેમને જણાવ્યું છે કે, રાજ્યમાં 18-44 ઉંમરના આશરે 5.71 કરોડ લોકો છે અને આગામી કેટલાક મહિનાઓમાં લગભગ 12 કરોડ વેક્સિનની જરૂરત છે.

મહારાષ્ટ્રમાં પાછલા 24 કલાકમાં કોરોના વાયરસના 66,159 નવા કેસ સામે આવ્યા અને 771 લોકોના મોત થઈ ગયા છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat