Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાતમાં વેક્સિનેશન અભિયાનનું સૂરસૂરિયું! અમદાવાદમાં જ ખૂટી પડી રસી

ગુજરાતમાં વેક્સિનેશન અભિયાનનું સૂરસૂરિયું! અમદાવાદમાં જ ખૂટી પડી રસી

0
117

રાજ્ય અને દેશભરમાં વેક્સિનેશન અભિયાન ચાલી રહ્યું છે. કોરોનાની ત્રીજી લહેરની આશંકાને જોતા વેક્સિનેશનમાં તેજી લાવવામાં આવી રહી છે. મોદી સરકારે વેક્સિનેશન અભિયાનના પ્રથમ દિવસે 88.09 લાખ લોકોનું વેક્સિનેશન કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. જોકે, હવે તેની ગતિમાં પ્રતિદિવસ ઘટાડો આવી રહ્યો છે અને તેના પાછળનું કારણ છે વેક્સિનની અછત… હવે તે અછત ગુજરાત સુધી પણ પહોંચી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. જી હાં, ગુજરાતના અમદાવાદમાં પણ વેક્સિનેશન સેન્ટર બહાર મોટા અક્ષરોમાં વેક્સિનેશન સેન્ટર બંધ રહેવાની નોટિસ લગાવવામાં આવી છે.

પોતાને સંવેદનશીલ ગણાવતી રૂપાણી સરકાર ફ્રિ વેક્સિનેશનને લઈને અનેક મોટી જાહેરાતો કરી ચૂકી છે. જેમ કે, ડોર-ટૂ ડોર વેક્સિનેશન કરીશું વગેરે વગેરે.. પરંતુ અમદાવાદ જેવી મેઘાસીટીમાં વેક્સિનેશનની અછત સર્જાવવા લાગી છે, તે રૂપાણી સરકારની મેનેજમેન્ટની નિષ્ફળતા દર્શાવે છે.

સરકારને ખ્યાલ હોવો જોઈએ કે, રાજ્યભરમાં પ્રતિદિવસ વેક્સિનના ચોક્કસ આંકડાઓમાં ડોઝની જરૂરત પડે છે કે, આપણી ચોક્કસ સંખ્યામાં વેક્સિનેશન કરવાની ક્ષમતા છે, તો તે પ્રમાણે રસી ઉપલબ્ધ કરાવવી જોઈએ. પરંતુ ગુજરાતની રૂપાણી સરકાર તેમાં નિષ્ફળ ગઈ છે અને તેના કારણે અમદાવાદ જેવા મેઘા શહેરમાં વેક્સિનેશન સેન્ટર બંધ થઈ રહ્યાં છે.

તો બીજી તરફ ડેલ્ટા વેરિએન્ટ એક વખત ફરીથી ચિંતા વધારી છે. ગુજરાતમાં પણ તેની એન્ટ્રી થઈ ગઈ છે. તેવામાં મોટા શહેરોમાં વેક્સિનેશનમાં તેજી લાવવી જરૂરી છે. કેમ કે, બીજી લહેરમાં શહેરોના શ્મસાનોમાં મસમોટી લાઈનો લાગી ગઈ હતી. તેથી ત્રીજી લહેરને રોકવા માટે સૌથી પહેલા મોટા શહેરોને સુરક્ષિત કરવા જરૂરી છે. તેથી રૂપાણી સરકારે મોટા શહેરોમાં જરૂરીયાત પ્રમાણે વેક્સિન ઉપલબ્ધ કરાવવી રહી.

અમદાવાદીઓના મતે અમદાવાદમાં બંધ પડેલા વેક્સિનેશન સેન્ટર ઝડપીમાં ઝડપી શરૂ કરવામાં આવવા જોઈએ.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat