Gujarat Exclusive > દેશ-વિદેશ > ભેંસ ચોરવા આવેલા ચોરે તેને પડતી મૂકીને શેઠાણીને જ ઉઠાવી ગયા, કંઇક આવી ઘટી હતી ઘટના

ભેંસ ચોરવા આવેલા ચોરે તેને પડતી મૂકીને શેઠાણીને જ ઉઠાવી ગયા, કંઇક આવી ઘટી હતી ઘટના

0
3814

તમે સામાન્ય રીતે ચોરી સાથે જોડાયેલા અનેક કિસ્સાઓ સાંભળ્યા હશે પરંતુ આજે અમે તમને જે કિસ્સો જણાવવા જઈ રહ્યાં છીએ તે સાંભળીને કદાચ તમે એમ કહી ઉઠશો કે આવું તે કંઇ હોય. આ સમગ્ર ઘટના યુપીનાં મઉ જિલ્લાની છે કે જ્યાં ચોર આવ્યાં હતાં ભેંસને ચોરવા પરંતુ તમને જાણીને નવાઇ લાગશે કે તેઓ મોકો જોઈને શેઠાણીને ઉઠાવી ગયાં. પરંતુ તમને એ વાત જાણીને નવાઇ લાગતી હશે કે આખરે આ કઇ રીતે થયું અને તે ચોરોને કેમ આવું સુઝ્યું. હકીકતમાં થયું એવું કે જ્યારે ચોર ચોરી કરવા માટે આવ્યા તો તેમનાં આવવાનાં અવાજને લીધે શેઠાણી જાગી જઈ અને તેઓને પ્રતિકાર કર્યો ત્યારે આ ચોરો શેઠાણીને જ ઈન્જેક્શન આપીને બેભાન કરી નાખી અને તેઓ શેઠાણીને પણ પોતાની સાથે લઈ ગયાં.

જો કે આ ઘટના બન્યા બાદ થોડાંક સમય બાદ ઘરનાં અન્ય સભ્યો પણ જાગી ગયા અને તેમણે તે મહિલાની શોધખોળ શરૂ કરી પરંતુ પછી જાણવા મળ્યું કે તે ચોરોએ બે કિલોમીટર દૂર જઈને આ મહિલાને ગાડીમાંથી ફેંકી દીધી હતી. આ પીડિત મહિલાનાં જણાવ્યાં અનુસાર પશુઓને ખોલવામાં જ્યારે ચોરો અસફળ રહ્યાં ત્યારે તેઓએ તેનું મોઢું દબાવીને તેને વાહનમાં બેસાડી દીધી અને બાદમાં ઈન્જેક્શન આપીને બેભાન કરી દીધી. આ વાતની જાણકારી જ્યારે પરિવારનાં લોકોને થઈ ત્યારે તેઓએ પોલીસને આ વિશે પુછ્યું.

જો કે પોલીસે હવે આ પીડિતા મહિલાને પોતાની મેડિકલ તપાસ કરાવવા કહ્યું. તમને વિશેષમાં જણાવી દઈએ કે આ મહિલાની ભેંસને ચોરોએ બીજી વખત ટાર્ગેટ કરી છે. આ પહેલાં 2જી માર્ચનાં રોજ પણ આજ ઘરમાંથી ચોરોએ એક ભેંસને ચોરી હતી. જો કે પશુચોરોનાં આ સાહસ બાદ ગામનાં લોકોમાં પોતાનાં પશુની સાથે સાથે ઘરનાં લોકો માટે પણ ચિંતા વધી ગઈ છે.

કોરોના વાયરસથી વિદેશમાં 276 ભારતીયો સંક્રમિત, ઇરાનનો આંકડો જાણી ચોંકી ઉઠશો