Gujarat Exclusive > CRIME > અલીગઢમાં માસૂમ બાળકીની હત્યા, દેશભરના લોકોએ ફિટકાર વરસાવ્યો

અલીગઢમાં માસૂમ બાળકીની હત્યા, દેશભરના લોકોએ ફિટકાર વરસાવ્યો

0
393

ઉત્તર પ્રદેશના અલીગઢમાં અઢી વર્ષની માસૂમ બાળકીની ઘાતકી હત્યાએ ચકચાર મચાવ છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ આ ઘટનાને વખોડી નાંખતા, આ ગુનામાં દોષિઓને આકરી સજા ફટકારવાની માંગ કરી છે. આ ઉપરાત બોલીવુડ કલાકારોએ પણ આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર પોતાની વ્યથા ઠાલવી છે.

શું હતો મામલો?

ઉત્તર પ્રદેશના અલીગઢમાં રહેનાર અઢી વર્ષની બાળકીના પિતાની આરોપીઓ સાથે પૈસાને લઈને બોલાચાલી થઈ હતી. જે બાદ તેની હત્યા કરવામાં આવી હતી. શહેરના ટપ્પલ વિસ્તારમાં રહેલા બાળકી 30મેં થી ગુમ હતી અને તેના પરિવારજનોએ આ મામલે પોલીસ ફરિયાદ પણ દાખલ કરાવી હતી.

બાળકીની હત્યાનું કારણ માત્ર 10 હજાર રૂપિયાને લેવડ-દેવડનો વિવાદ હોવાનું સામે આવ્યું છે. આ ગુનામાં આરોપી જાહિદ બાળકીના પડોશમાં રહેતો હતો. આ ગુનામાં તેના સાગરિત અસલમની પણ ધરપકડ કરવામાં આવી છે. હાલ પોલીસે બન્ને આરોપીઓને જેલમાં ધકેલી દીધા છે.

પ્લાનિંગ મુજબ હત્યાને અંજામ

બાળકીના પિતા સાથે થયેલી બોલાચાલીનો બદલો લેવા માટે જાહિદે પોતાના મિત્ર અસલમ સાથે મળીને પૂરી યોજના બનાવી હતી. જે મુજબ 30મીં મેંના રોજ જાહીદે બિસ્કીટની લાલચ આપીને તે બાળકીને પોતાની સાથે લઈ ગયો અને બાદમાં દુપટ્ટા વડે ગળું દબાવીને તેની હત્યા કરી હતી. આ ઉપરાંત ગુનો છુપાવવાના પ્રયત્ન કર્યા હતા.

આ હત્યાનો ખુલાસો ઘટના થયાના 5 દિવસ બાદ સામે આવ્યો હતો. જેમાં કચરાના ઢગ પાસે એક બાળકીની લાશને કૂતરાઓ ખાઈ રહ્યા હતા અને તેમાંથી દૂર્ગંધ આવતી હતી. બાદમાં અલીગઢના એસપી આકાશ કુલહરીએ જણાવ્યું કે, બાળકીનું મોત ગળું દબાવવાથી થયું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો કે, બાળકી સાથે દુષ્કર્મ નથી આચરવામાં આવ્યું.

આરોપીઓ પર દેશભરમાંથી ફિટકાર

આ ઘટનાને પગલે દેશભરમાંથો લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. આ ઘટનાને વખોડી નાંખતા ટ્વીટો સતત થઈ રહ્યા છે. જેમાં આરોપીઓને આકરી સજા અપાવવાની માંગ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત સોશિયલ મીડિયામાં પણ બાળકીને ન્યાય મળે, તે માટે #JusticeForTwinkleSharma ટ્રેન્ડ થઈ રહ્યું છે.જેમાં રાજકારણ, ફિલ્મ જગત થી લઈને ક્રિકેટ જગતના લોકો ટ્વીટ કરીને હત્યાની ઘટનાને વખોડી નાંખી છે. પ્રિયંકા ગાંધીએ પોતાના ટ્વીટમાં જણાવ્યું કે,

આ ઉપરાંત કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ આ ઘટનાની નિંદા કરતા આરોપીઓને કઠોર સજા અપવવાની માંગ કરતા ટ્વીટ કર્યું કે,

ફાસ્ટટ્રેક કોર્ટમાં સુનાવણી

આ હત્યાકાંડના આરોપીઓ પર NSA અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી રહી છે. અને પોલીસ દ્વારા ફાસ્ટટ્રેક કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.આ ઉપરાંત મૃતક બાળકીના પરિવારજનોએ એક આરોપીની પત્ની અને તેના નાના ભાઈને પણ આ ગુનામાં ધરપકડ કરીને આરોપી બનાવવાની માંગ કરી છે. હાલ પોલીસ આ મામલે તપાસ હાથ ધરી રહી છે. આ ગુનામાં જે કોઈ પણ દોષી હશે, તેના પણ કાર્યવાહી કરવામાં આવશે,