Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ઉત્તરાયણ : 1 વાગ્યા સુધીમાં પતંગ-દોરીને લીધે દુર્ઘટનાના 61 કેસ નોંધાયા

ઉત્તરાયણ : 1 વાગ્યા સુધીમાં પતંગ-દોરીને લીધે દુર્ઘટનાના 61 કેસ નોંધાયા

0
157

અમદાવાદમાં મકરસંક્રાતિએ 5ના ગળા કપાયા, ઇમરજન્સીના 1205 કેસ

અમદાવાદઃ રાજ્યમાં ગુરુવારે ઉત્તરાયણના પર્વમાં બપોરે 1 વાગ્યા સુધીનાં પતંગ-દોરીથઇ દુર્ઘટના (Uttarayan Accident)ના 61 કેસ નોંધાઇ ગયા.

દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરાયણ નિમિતે પડી જવાની અને પતંગની દોરીથી માથું કે ગળું કપાઈ જવાની ઘટનાઓ (Uttarayan Accident) સામે આવી છે. રાજ્યમાં બપોરના 12 વાગ્યા સુધીમાં પતંગને લગતા 38 ઇમરજન્સી કેસ નોંધાઈ ચુક્યા છે.

અમદાવાદ દુર્ઘટનાના 7 બનાવો નોંધાયા

અમદાવાદમાં ઉત્તરાયણના પર્વ નિમિત્તે બપોરના 12 વાગ્યે સુધીમાં 7 દુર્ઘટના( Uttarayan Accident)ના બનાવ બન્યા છે. જેમાં 5 વ્યક્તિના ગળા કપાઈ જવાના અને બે વ્યક્તિઓના પડી જવાની ઘટના બની છે. રાજ્યમાં 14મી જાન્યુઆરીના 12 વાગ્યા સુધીમાં ઇમરજન્સીના 1205 કેસ નોંધાયા.

આ પણવાંચોઃ વિરમગામમાં પતંગ લૂંટવા જતાં વીજ કરંટથી બે સગાભાઈઓના મોત

ગત વર્ષ કરતા બપોર સુધી ઓછા કેસ Uttarayan Accident news

જોકે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઉત્તરાયણના દિવસે બપોરના 12 વાગ્યા સુધીમાં ઓછા ઇમરજન્સી કેસ (Uttarayan Accident)નોંધાયા છે. રાજ્યમાં 14મી જાન્યુઆરીના 12 વાગ્યા સુધીમાં ઇમરજન્સીના 1057 કેસ નોંધાઈ ચુક્યા છે.

55 વર્ષીય અધેડનું દોરીથી ગળું કપાયું

વસ્ત્રાલ રિંગ રોડ પાસે 55 વર્ષીય કનૈયાલાલ પટેલનું પતંગની દોરીથી ગળું કપાઈ (Uttarayan Accident)જતાં તેમને સારવાર માટે વસ્ત્રાલના સ્પનદાન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

જુહાપુરા આઇસ ફેકટરી રોડ પર પતંગની દોરી આવી જતાં પડી જવાથી 29 વર્ષીય વિશાલ ગોસાઈને સારવાર માટે જીવરાજ મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

વસ્ત્રાલ ન્યુ RTO રોડ પાસે 45 વર્ષીય ચેતન મોદીનું પતંગની દોરીથી ગળું કપાઈ જતાં તેમને સારવાર માટે વસ્ત્રાલના અવધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ પણવાંચોઃ ઉત્તરાયણના પર્વને લઈને પોલીસ સતર્ક, ધાબે ભેગી થતી ભીડ પર દૂરબીનથી રાખી રહી છે નજર

7 વર્ષીય બાળક ગાડી સાથે અથડાયું

ચાંદખેડા વિસ્તારમાં પતંગ રોડ પર પતંગ લૂંટવાના ચક્કરમાં અકસ્માત થતાં 7 વર્ષીય સુભાષ ડામોરને 4 વહીલર સાથે અકસ્માત થતાં માથામાં ઇજા થતાં સારવાર માટે અસારવા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.

ઉત્તરાયણના દિવસે થતાં અકસ્માત અને દુર્ઘટનાને પહોંચી વળવા માટે GVK – EMRI 108 દ્વારા રાજ્યમાં 622 જેટલી એમબ્યુલન્સ કાર્યરત રાખવામાં આવી છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9