Gujarat Exclusive > રાજનીતિ > ઉત્તરાખંડમાં મોટો ઉલટફેર: ભાજપ સરકારના મંત્રી અને એક ધારાસભ્ય કોંગ્રેસમાં જોડાયા

ઉત્તરાખંડમાં મોટો ઉલટફેર: ભાજપ સરકારના મંત્રી અને એક ધારાસભ્ય કોંગ્રેસમાં જોડાયા

0
68

ઉત્તરાખંડના રાજકારણમાંથી એક ખૂબ જ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ઉત્તરાખંડ સરકારના કેબિનેટ મંત્રી યશપાલ આર્ય અને અન્ય એક ધારાસભ્ય સંજીવ આર્યએ ભારતીય જનતા પાર્ટીનો સાથ છોડીને કોંગ્રેસ સાથે હાથ મિલાવી લીધા છે. યશપાલ આર્ય હાલ ઉત્તરાખંડ સરકારમાં મંત્રી છે અને તેમના પાસે 6 વિભાગ છે- પરિવહન, સમાજ કલ્યાણ, અલ્પસંખ્યક કલ્યાણ, છાત્ર કલ્યાણ, ચૂંટણી અને આબકારી વિભાગ. જ્યારે સંજીવ આર્ય તેમના દીકરા છે. યશપાલ આર્ય બાજપુર અને તેમના દીકરા સંજીવ આર્ય નૈનીતાલ બેઠક પરથી ધારાસભ્ય છે.

યશપાલ અને સંજીવ આર્ય પૂર્વમાં કોંગ્રેસી જ હતા. જોકે તેઓ કોંગ્રેસમાં પાછા ફર્યા તેને લઈ અનેક પ્રશ્નો ઉભા થયા છે. શું પ્રદેશની રાજકીય હવા બદલાઈ રહી છે?

આ તરફ અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના મહાસવિચવ કેસી વેણુગોપાલે યશપાલ આર્ય અને સંજીવ આર્યનું સ્વાગત કરીને આ તેમની ઘરવાપસી હોવાનું જણાવ્યું હતું.

દિગ્ગજ ધારાસભ્ય યશપાલ આર્યએ જુલાઈ મહિનામાં જ પુષ્કર સિંહ ધામી સાથે મંત્રી પદના શપથ ગ્રહણ કર્યા હતા. યશપાલ આર્યની સાથે બિશન સિંહ, અરવિંદ પાંડેય, ગણેશ જોશી અને સુબોધ ઉનિયાલ પણ પુષ્કર સિંહ ધામીના મંત્રીમંડળમાં સામેલ થયા હતા. તેમણે પણ મંત્રી પદના શપથ ગ્રહણ કર્યા છે. તે સિવાય ધનસિંહ રાવત, રેખા આર્યા અને યતીશ્વરા નંદે પણ મંત્રીપદના શપથ ગ્રહણ કર્યા હતા.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat