Gujarat Exclusive > દેશ-વિદેશ > ઉત્તર પ્રદેશ: અલીગઢ, મૈનપુરી બાદ મિરઝાપુરનું નામ બદલવાની માગણી

ઉત્તર પ્રદેશ: અલીગઢ, મૈનપુરી બાદ મિરઝાપુરનું નામ બદલવાની માગણી

0
82

ઉત્તર પ્રદેશમાં નામ બદલવાના રાજકારણનો અંત આવી રહ્યો હોય તેવું દેખાઇ રહ્યું નથી. અલીગઢ અને મૈનપુરી બાદ હવે મિરઝાપુરનું નામ બદલવા માટે પણ માગણી થઈ રહી છે. ઉત્તર પ્રદેશમાં ફરી એક વખત નામ બદલવાની કવાયત શરૂ થતી જોઈને અન્ય જિલ્લાઓમાંથી પણ નામ બદલવાની માગ ઉઠી રહી છે. હવે એક સંગઠને મિર્ઝાપુર જિલ્લાનું નામ બદલીને વિંધ્યાચલ નગર કરવા માટે માગણી કરી છે.

મિરઝાપુર જિલ્લા કલેક્ટ્રેટ પહોંચેલા ભારતીય સુવર્ણ સંઘના પદાધિકારીઓએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખીને મિરઝાપુર જનપદનું નામ બદલીને વિંધ્યાચલ નગર કરવાની માગણી કરી છે. સંઘના પદાધિકારી અવધેશ સિંહે જણાવ્યું કે, બહાર અન્ય પ્રદેશોમાં મિરઝાપુરને કોઈ નથી ઓળખતું. જ્યારે અમે વિંધ્યાચલનું નામ કહીએ છીએ તો તે નામ બધા જાણતા હોય છે.

ભારતીય સુવર્ણ સંઘે જનપદનું નામ બદલીને વિંધ્યાચલના નામ પર રાખવામાં આવે તેમ કહ્યું હતું. ભારતીય સુવર્ણ સંઘના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અવધેશ સિંહે જણાવ્યું કે, તેઓ ડીએમ કાર્યાલય પહોંચ્યા હતા અને મિમિરઝાપુરનું નામ બદલીને વિંધ્યાચલ નગર કે વિંધ્યાચલ ધામ કરવા માગણી કરી હતી. આ માટે મુખ્યમંત્રીને પણ પત્ર લખવામાં આવ્યો છે.

યોગી સરકારમાં અનેક જિલ્લાઓના નામ બદલવામાં આવ્યા છે. તેવામાં ફરી એક વખત નામ બદલવાની કવાયત શરૂ થઈ છે. અલીગઢ જિલ્લાનું નામ હરિગઢ રાખવાનો પ્રસ્તાવ પાસ થયો છે. જ્યારે મૈનપુરીનું નામ પણ મયન ઋષિના નામ પરથી રાખવાનો પ્રસ્તાવ જિલ્લા પંચાયતમાં પાસ કરવામાં આવ્યો છે. જિલ્લા પંચાયતોમાં પાસ કરવામાં આવેલા આ પ્રસ્તાવોને હવે સરકાર પાસે મોકલવામાં આવી રહ્યા છે. હવે સરકાર તેના પર નિર્ણય લેશે કે નહીં તેનો જવાબ તો સમય જ આપશે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat