Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ઉત્તરપ્રદેશના બાહુબલી સુભાષ ઠાકુરનો ગેંગસ્ટર મુંબઈથી ઝડપાયો

ઉત્તરપ્રદેશના બાહુબલી સુભાષ ઠાકુરનો ગેંગસ્ટર મુંબઈથી ઝડપાયો

0
55
  • સુભાષ ઠાકુર એક સમયે દાઉદ અને અન્ય ગેંગ સાથે પણ કામ કરતો હતો

  • યુપીમાં ગેંગસ્ટર સામે અનેક હત્યા, લૂંટ, ખંડણી, સોપારી કિલિંગના ગુના

અમદાવાદ: ઉત્તર પ્રદેશના સુભાષસિંગ ઠાકુર ગેંગના સાગરિત તથા એક સમયે દાઉદ સહીતની ગેંગમાં કામ કરનાર બાહુબલી ગેંગસ્ટર ગણાતા મનીષસિંગને અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમે મુંબઈથી ઝડપી પાડ્યો છે. આરોપી ખુંખાર ગેંગસ્ટર અનેક ગુનાઓમાં સામેલ હતો એટલુ જ નહીં આરોપી પર 50 હજાર રૂપિયાનું ઈનામ પણ રાખવામાં આવ્યું હતુ. ગુજરાતમાં આરોપી મનિષસિંગ સામે હત્યા અને આર્મ્સ એકટ હેઠળ ત્રણ ગુના દાખલ થયેલા છે.

ઉત્તરપ્રદેશના બાહુબલી સુભાષસિંગ ઠાકુર ગેંગના સાગરિત મનીષ સિંગને પકડવામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે. જેના પર સરકારે 50 હજાર રૂપિયાનું ઈનામ પણ જાહેર કર્યું છે. ગુજરાતના બોટાદ ખાતેના ચકચારી ડબલ મર્ડર તથા અમદાવાદ ખાતેના હથિયારના ગુનામાં પણ મનિષ સિંગ વોન્ટેડ હતો.

ઉતરપ્રદેશના અનેક વિસ્તારમાં હત્યા અને ખંડણીના અનેક ગુનાઓમાં આરોપી ફરાર હતો. મનીષ મૂળ ઉત્તરપ્રદેશ બનારસનો રહેવાસી છે. બનારસમાં કુલ 15 ગુનાઓમાં તે આરોપી છે. ઉત્તરપ્રદેશ પોલીસે મનીષ સિંગ પર 50 હજાર રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે. તે ગુજરાતમાં 3 અને મુંબઇમાં 1 ગુનામાં વોન્ટેડ છે. તેની સામે ખંડણી, લૂંટ, આર્મ્સ એક્ટ સહિતના અનેક ગુના દાખલ થયા છે. મુંબઈમાં તેની સામે 307 નો ગુનો દાખલ થયો છે. ગુજરાતમાં આર્મ્સ એક્ટ અને પાલનપુરમાં આર્મ્સ એક્ટ અને ધાડના ગુનામાં અને બોટાદમાં હત્યાના ગુનામાં વોન્ટેડ હતો.

મનીષ સિંગે ઉત્તરપ્રદેશમાં ગુનાથી શરૂઆત કરી હતી. તે પોલીસ જાપ્તામાંથી ભાગી ગયો હતો. ભાગીને તે ગુજરાત આવી ગયો હતો. તે ત્રણ ગુનામાં વોન્ટેડ હતો. હાલ તેની ક્રાઈમ બ્રાન્ચના ગુનામાં તેની ધરપકડ કરવામાં આવી છે. તેણે બોટાદમાં સોપારી લઈને હત્યા કરી હતી. જેને સોપારી આપી તેને મરણ જનાર સાથે અંગત વાંધો હતો.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat