Gujarat Exclusive > દેશ-વિદેશ > અમેરિકાએ પોતાના નાગરિકો માટે જારી કરી ટ્રાવેલ એડવાઈઝરી- ‘કોરોનાના કારણે જલ્દી ભારત છોડો’

અમેરિકાએ પોતાના નાગરિકો માટે જારી કરી ટ્રાવેલ એડવાઈઝરી- ‘કોરોનાના કારણે જલ્દી ભારત છોડો’

0
39

નવી દિલ્હી: કોરોના વાઈરસના સંકટ વચ્ચે અમેરિકાએ પોતાના નાગરિકોને ભારતનો પ્રવાસ ના કરવાન અને જેમ બને તેમ જલ્દી દેશ છોડવાની સલાહ આપી છે. એવું કહેવામાં આવ્યું છે કે, ભારત છોડવું જ સુરક્ષિત છે, કારણ કે ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધવાની સાથે મેડિકલ ફેસેલિટી મર્યાદિત થઈ ગઈ છે. USA Travel Advisory

અમેરિકાના વિદેશ વિભાગે પોતાના ટ્વીટમાં કહ્યું છે કે, ભારતમાં કોવિડ-19ના કેસોમાં વધારાના કારણે સ્વાસ્થ્ય સુવિધાના સંશાધનો મર્યાદિત છે. ભારત છોડવાની ઈચ્છા ધરાવતા અમેરિકન નાગરિકોને હાલ વિકલ્પોનો ઉપયોગ કરવો જોઈએ. અમેરિકા માટે રોજ ઉડનારી ફ્લાઈટો અને પેરિસ તથા ફ્રેન્કફર્ટથીને આવનારી ફ્લાઈટો ઉપલબ્ધ છે.

સ્વાસ્થ્ય એલર્ટ જાહેર કરતા નવી દિલ્હી સ્થિત અમેરિકન હાઈકમિશને કહ્યું કે, ભારતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે. તેમણે અમેરિકન નાગરિકોને ટ્રાવેલ સંદર્ભે નવી જાણકારી માટે ભારતના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની વેબસાઈટ પર જવા માટે કહ્યું છે. USA Travel Advisory

આ પણ વાંચો:  કોરોના મહામારી: જવાબદાર કોણ? ડોક્ટર-નેતા કે જનતા પોતે   USA Travel Advisory

વધુમાં તેમણે જણાવ્યું કે, ભારતમાં કોવિડ-19ના નવા કેસો અને મોતનો આંકડો રેકોર્ડ સ્તરે વધી ગયો છે. અનેક ઠેકાણે કોરોના ટેસ્ટિંગમાં અડચણ આવી રહી છે. હોસ્પિટલોમાં કોરોનાગ્રસ્ત અને બિન કોવિડ દર્દીઓ માટે મેડિકલ ફેસેલિટી, ઑક્સિજન અને બેડની અછત થવા લાગી છે. અનેક શહેરોમાં જગ્યા ના મળવાના કારણે અમેરિકન નાગરિકોને હોસ્પિટલોએ એડમિટ કરવાનો ઈન્કાર કર્યો હોવાના સમાચાર મળ્યાં છે.

જણાવી દઈએ કે, ભારતમાં કોરોનાના વધતા જતા કેસોને પગલે અમેરિકા ઉપરાંત જર્મની અને કેનેડાએ પણ પોતાના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી છે. જેમાં તેમને ભારતનો પ્રવાસ ટાળવાની અપીલ કરવામાં આવી છે. USA Travel Advisory

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat