Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમેરિકામાં લાખો રૂપિયાની નોકરી છોડી ગુજરાતી દંપત્તિ કરે છે આ કામ

અમેરિકામાં લાખો રૂપિયાની નોકરી છોડી ગુજરાતી દંપત્તિ કરે છે આ કામ

0
552

સિલિકોન વૈલીમાં પોતાની લાખો રૂપિયાની નોકરી છોડીને એક દંપત્તિ હવે પર્યાવરણ સંરક્ષણમાં પોતાનું યોગદાન આપવાના પોતાના સપનાને સાકાર કરવા માટે જૈવિક ખેતી કરી રહ્યું છે. આ દંપત્તિ ગુજરાતના નડિયાદ હાઈવે પર આવેલ એક ખેતરમાં અનેક પાકનું ઉત્પાદન કરી રહ્યું છે. આ ખેતર 10 એકરમાં ફેલાયેલું છે, જેમાં તેઓ અનેક પાકો સાથે ઓર્ગેનિક ઘઉં, કેળા, બટાકા અને જાંબુ પકવી રહ્યાં છે.

અમેરિકામાં ટેક્નોલોજીની નોકરી છોડીને મૂળ ગુજરાતી એવું આ કપલે પોતાની માતૃભૂમિ ભારતમાં ખેતી કરવાનો નિર્ણય કર્યો. તેમણે ફાર્મ કલ્ચરનો દોઢ મહિનાનો કોર્સ કર્યા બાદ જૈવિક ખેતી શરૂ કરી છે. આ જૈવિક ફળો અને શાકભાજીઓ ઉપરાંત કેળાની ચિપ્સનું પણ તેઓ ઉત્પાદન કરી રહ્યાં છે. આ ચિપ્સ બનાવવા માટે પણ જૈવિક તેલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

આ અંગે વિવેક શાહે જણાવ્યું કે, અમે ખેતરમાં બાજરો, ઘઉં, બટાકા, કેળા, પપૈયા, જાંબુ, કોથમિર, રિંગણ જેવા પાકોની ખેતી કરીએ છીએ. અમે અમારા ખેતરમાં તળાવ પણ બનાવ્યા છે અને તળાવના પાણીને સ્વચ્છ કરવા માટે ખાસ છોડ વાવ્યા છે. આજ કારણે અમારા પાકો ચોખ્ખા પાણીથી સિંચાઈને પકવવામાં આવ્યા છે.

આ ખેતરમાં 20 હજાર લીટરથી વધુ ક્ષમતા ધરાવતો વરસાદી પાણીનો સંગ્રહ કરવાનો પ્લાન્ટ છે. એક વખત તે સંપૂર્ણ ભરાઈ જાય, ત્યારે તે ખેતરમાં 3 વર્ષ સુધી સિંચાઈની જરૂરિયાતો પૂરી પાડી શકે છે.

ખેતી માટે સૌથી મોટો પડકાર કીટોનો ત્રાસ છે. જેનો સામનો કરવા માટે દંપત્તિએ ઈન્ટરક્રોપિંગ અને મલ્ટી-ક્રોપિંગની પદ્ધતિ અપનાવી છે.

નાની બહેનનો જીવ બચાવવા મોટી બહેને આપી કુરબાની, બની ગઇ હીરો, તસવીર વાયરલ