યુએસ સેનેટે મંગળવારે સમલૈંગિક લગ્નોને કાયદેસર બનાવવા માટે દ્વિપક્ષીય બિલ પસાર કર્યું હતું. આ પગલું આ મુદ્દે રાષ્ટ્રીય રાજકારણમાં પરિવર્તનનો સંકેત આપે છે.
Advertisement
Advertisement
સુપ્રીમ કોર્ટના 2015ના ચુકાદા બાદ લગ્ન કરનારા હજારો સમલૈંગિક યુગલોને આ રાહત મળી છે. આ નિર્ણય હેઠળ સમગ્ર દેશમાં સમલૈંગિક લગ્નોને કાયદાકીય માન્યતા આપવામાં આવી હતી.
મંગળવારે બિલને 36 વિરૂદ્ધ 61 વોટથી પસાર કરવામાં આવ્યું હતું. રિપબ્લિકન પાર્ટીના 12 સભ્યોએ પણ તેને સમર્થન આપ્યું હતું. સેનેટના બહુમતી નેતા ચક શુમરે જણાવ્યું હતું કે બિલ “લાંબા સમયથી મુદતવીતી” હતું અને “વધુ સમાનતા તરફ અમેરિકાના મુશ્કેલ પરંતુ સ્થિર માર્ગ” નો એક ભાગ છે.
રાષ્ટ્રપતિ જો બાઇડેને બંને પક્ષોના સભ્યો દ્વારા બિલના સમર્થનની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે જો તે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ પસાર કરશે તો તેઓ “ઝડપથી અને ગર્વથી” બિલ પર હસ્તાક્ષર કરશે.
બાઇડેને કહ્યું કે આ સુનિશ્ચિત કરશે કે LGBTQ સમુદાયના લોકો “એ જાણીને મોટા થશે કે તેઓ પણ સંપૂર્ણ સુખી જીવન જીવી શકે છે અને તેમના પોતાના પરિવારો ધરાવે છે”.
Advertisement