Gujarat Exclusive > યુથ > લાઈફ સ્ટાઇલ > અમેરિકા ભલભલાને છેતરનારા ઝારખંડના જામતારાના સાયબર ઠગો પર કરશે રિસર્ચ

અમેરિકા ભલભલાને છેતરનારા ઝારખંડના જામતારાના સાયબર ઠગો પર કરશે રિસર્ચ

0
244
  • અભ્યાસના નામે મીંડુ હોવા છતાં જામતારાના ઠગ કોઇને પણ છેતરી લે છે
  • એજન્સી તપાસ કરશે, અભણ ભેજાબાજો કઇ રીતે ITમાં એક્સપર્ટ થયા?
  • નેટફ્લિક્સ પર સાયબર ક્રાઇમ આધારિત સીરિઝ જામતારા ચર્ચાસ્પદ 

નવી દિલ્હીઃ ઝારખંડનો જામતારા સાયબર ક્રાઇમ (Jamtara cyber Fraud) માટે એટલું બદનામ થઇ ગયું છે કે હવે અમેરિકા તેના ઠગો પર રિસર્ચ કરશે. આ દેશનો આ વિસ્તાર સાયબર ક્રાઇમના સૌથી મોટા કેન્દ્ર તરીકે જાણીતું થઇ રહ્યું છે. એટલે સુધી કે અવાર નવાર અન્ય રાજ્યોની પોલીસ સાયબર ગુનાની તપાસ માટે અહીં જોવા મળે છે.  Jamtara cyber Fraud

નેટફ્લિક્સ પર અત્યાર બહુ લોકપ્રિય થયેલી સીરિઝ જામતારા પણ તે વિષય પર જ બની છે. જેની ટેગ લાઇન ‘સબ કા નંબર આયેગા’. બહુ ચર્ચામાં છે. તેનો એક ડાયલોગ…. છે. ‘ તુમ ઇતને પૈસે લેકર ક્યા કરોગો, જવાબ- જામતારા કા સબસે અમીર આદમી બનેગે’ પણ ફેમસ થઇ ગયો છે.

આ પણ વાંચોઃ #WhereIsMe: એમેઝોન પ્રાઈમ વીડિયોના લોગોમાંથી ‘ME’ અક્ષર ગાયબ

સબ કા નંબર આયેગા એટલે શું?

સબ કા નંબર આયેગા સાંભળી વિચારમાં પડી જવાય કો કઇ વાતનો નંબર આવશે તો જાણી લો કે કોઇ ફાયદા માટે નહીં સાયબર છેતરપિંડી(Jamtara cyber Fraud)નો શિકાર બનવામાંદરેકનો નંબર લાગશે. તેવું કહેવા માંગે છે.

આ નંબર ATM બંધ થઇ જવા કે લોટરી લાગી હોવાના નામે સાયબર ફ્રોડ કરી તમારા બેન્ક ખાતામાંથી રકમ ઉડપાડી લેવમાં લાગે છે.

આ જ કારણે જામતારા સમગ્ર દેશમાં સાયબર ક્રાઇમ (Jamtara cyber Fraud)ના મામલે ટોચ પર આવી ગયું છે. દેશમાં મોટાભાગના સાયબર ફ્રોડના કેસ ઝારખંડના આ જિલ્લા સાથે જ સંકળાયેલા છે.

એક જમાનો હતો હતો જ્યારે દિલ્હી ઠગી માટે બદનામ હતું

એક જમાનો હતો જ્યારે રાજધાની દિલ્હી ઠગી છેતરપિંડી માટે બદનામ હતું. તેના માટે કહેવત પણ થઇ ગઇ હતી કે “મુંબઇ કી ખુદાઇ ઔર દિલ્હી કી ઠગાઇ કભી બંધ નહીં હોગી.” પરંતુ જામતારા(Jamtara cyber Fraud)એ હવે દિલ્હીનું સ્થાન આંચકી લીધું.

જામતારાનો કોઇ છોકરો પણ એજ્યુકેટેડ માણસને છેતરી લે છે

હવે એવી સ્થિતિ થઇ ગઇ છે કે જામતારાનો કોઇ લબરમૂછ્યો પણ ભણેલા ગણેલા કોઇ પણ એજ્યુકેટેડ માણસને બોવકૂફ બનાવી છેતરી(Jamtara cyber Fraud) લે છે અને તેના કાનને પણ ખબર પડતી નથી. સામાન્ય માણસથી લઇ નેતાઓને પણ અહીંના ભેજાબાજોએ પોતાના શિકાર બનાવી લીધા છે.

આ પણ વાંચોઃ સેંડલવુડ ડ્રગ્સ કેસ: વિવેક ઓબેરોયના સાળા આદિત્ય અલ્વાની ધરપકડ

અમેરિકા સુધી ઓળખ બનાવી દીધી

જામતારા એને અહીંના લોકોએ હવે અમેરિકા સુધી પોતાના ઓળખ બનાવી લીધી છે. જેના પગલે એક એમેરિકી એજન્સી હવે અહીં રિસર્ચ કરશે. તે તપાસ કરશે કે કેવી રીતે અહીંના અભણ જેવા ઓછું ભણેલા લોકો કઇ રીતે લોકોને છેતરી લે છે.

એજન્સી એ વાતની પણ તપાસ કરશે કે આ લોકોને ટેક્નિક અને કમ્પ્યૂટરની આટલી પાકી જાણકારી કઇ રીતે મળે છે? જેનાથી તેઓ કોઇનું પણ એકાઉન્ટ હેક(Jamtara cyber Fraud) કરી લે છે.

અમેરિકી એજન્સી યુવકોનું બ્રેઇન મેપિંગ કરશે

અમેરિકી એજન્સી હવે જામતારામાં ઓછું ભણેલા યુવકોનું બ્રેઇન મેપિંગ કરશે. તે જણાવાનો પ્રયાસ કરશે કે આખરે કઇ રીતે અભ્યાસ નામે મીંડુ હોવા છતા અહીંના ઠગોએ આઇટીમાં આટલી મહારત કઇ રીતે મેળવી લીધી?

અમેરિકી એજન્સીના અધિકારીઓએ રિસર્ચ માટે દિલ્હીમાં DGP સ્તરના એક અધિકારી સાથે બેઠક પણ કરી હતી. જ્યારે જામતારાના SP દીપક કુમાર સિન્હાએ પણ કહ્યું કે અહીંના સાયબર ક્રાઇમ રિસર્ચની વાત જાણવા મળી છે. જો એ લોકો અહીં જામતારા આવશે તો તંત્ર તેમને ભરપૂર સહકાર આપશે.

આ પણ વાંચોઃ અમદાવાદ: કણભામાં સગીરે છ વર્ષના બાળકનું અપહરણ કરી 30 લાખની ખંડણી માંગી

બે વર્ષમાં 12 રાજ્યોની પોલીસ જામતાડા પહોંચી

જામતારાના કરમાતર પોલીસ સ્ટેશનના રેકોર્ડ મુજબ એપ્રિલ 2015થી માર્ચ 2017 વચ્ચે માત્ર બે વર્ષમાં દેશના 12 જિલ્લાની પોલીસ અહી આવી ગઇ. તેમણે પોતોને ત્યાં થયેલા સાયબર ગુનાઓની તપાસ કરી. 23 વખત આવેલી આ પોલીસે વિવિધ કેસોમાં અહીંથી 38 લોકોની ધરપકડ પણ કરી છે.

3 વર્ષમાં 330 રહેવાસી સામે ગુના નોંધાયા Jamtada cyber Fraud news

જામતારા જિલ્લા પોલીસ દ્વ્રારા જુલાઇ 2014થી જુલાઇ 2017 દરમિયાન ક્ષેત્રના 330 રહેવાસીઓ સામે 80થી વધુ સાયબર ગુના નોંધવામાં આવ્યા. માત્ર કરમાતુર પોલીસ સ્ટેશનમાં જ 2017માં છેતરપિંડી(Jamtara cyber Fraud)ના મામલે 100થઈ વધુ ધરપકડ થઇ હતી.

પંજાબના મુખ્યમંત્રીની પત્ની સાથે 23 લાખની છેતરપિંડી

ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં પંજાબના મુખ્યમંત્રી અમરિન્દર સિંઘનાં પત્ની અને સાંસદ પરણીત કૌર સાથે 23 લાખ રૂપિયાની છએતરપિંડી (Jamtara cyber Fraud)થઇ હતી. આ મામલાની તપાસ કરતા તેના તાર જામતારા સાથે જોડાયેલા હોવાનું ખુલ્યું હતું.

જામતારાના અતાઉલ્લા અન્સારી નામના એક ઇસમે પોતાને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI)નો માણસ બતાવી પરણીત કૌરને છેતરી લીધા હતા.

આ પણ વાંચોઃ CCTV: અમદાવાદમાં BSNLના નિવૃત્ત કર્મચારીની શરીરે આગ ચાંપી 5માં માળેથી મોતની છલાંગ

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9