Gujarat Exclusive > દેશ-વિદેશ > અમેરિકાની ચૂંટણીમાં છવાયા PM મોદી, રાષ્ટ્રપતિ ટ્રમ્પના કેમ્પેન વીડિયોમાં દેખાયા

અમેરિકાની ચૂંટણીમાં છવાયા PM મોદી, રાષ્ટ્રપતિ ટ્રમ્પના કેમ્પેન વીડિયોમાં દેખાયા

0
114
  • અમેરિકામાં 20 લાખથી વધુ ભારતીય-અમેરિકન મતદાર

  • અમેરિકામાં નવેમ્બર મહિનામાં રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી

વોશિંગટન: અમેરિકામાં 20 લાખથી વધુ પ્રભાવશાળી ભારતીય-અમેરિકન મતદારોને લોભાવવાના હેતુથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ચૂંટણી પ્રચાર અભિયાનના મેનેજમેન્ટે વીડિયા તરીકે પોતાની પ્રથમ જાહેરાત રજૂ કરી છે. તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM મોદી)નું ભાષણ અને રાષ્ટ્રપતિ ટ્રમ્પનું અમદાવાદ પ્રવાસના ઐતિહાસિક સંબોધનની સંક્ષિપ્ત ક્લિપ સામેલ છે. અમેરિકામાં નવેમ્બર મહિનામાં રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજાવવાની છે જેના માટે પ્રચાર પ્રસાર ખૂબ જ જોરશોરથી થઇ રહ્યું છે.

આ પણ વાંચો: સત્તાની લાલસાઃ નિવૃત્તિ આવી છતાં વિનય કુમારને GSPCમાં ટકી રહેવું છે

આ વર્ષે ફેબ્રુઆરીમાં અમેરિકાના રાષ્ટ્રપતિની ભારત મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી (PM મોદી) અને ટ્રમ્પે અમદાવાદમાં મોટી સંખ્યામાં લોકોને સંબોધિત કર્યા હતા. ટ્રમ્પ સાથે તેમની પત્ની મેલાનિયા, પુત્રી ઇવાન્કા, જમાઇ જેરેડ કુશનર અને વહીવટીતંત્રના ટોચના અધિકારી પણ ભારત પ્રવાસ પર હતા. ‘ટ્રમ્પ ફાઇનાન્સ કમેટી’ના રાષ્ટ્રીય અધ્યક્ષ કિમ્બર્લી ગુઇફોયલે એક ટ્વીટમાં જાહેરાત જાહેર કરતા કરતા જણાવ્યું કે,

‘અમેરિકાના ભારત સાથેના સંબંધ ખૂબ જ સારા છે અમારા અભિયાનને ભારતીય-અમેરિકનોનો સમર્થન પ્રાપ્ત છે.’

પ્રચાર અભિયાનનુ નેતૃત્વ કરી રહેલા રાષ્ટ્રપતિના પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયર ભારતીય-અમેરિકન સમુદાય સાથે ખૂબ સારી રીતે જોડાયેલા છે. તેમણે પણ તેને રીટ્વીટ કર્યુ છે. આ જાહેરાત ટૂંક સમયમાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગઇ. ‘ફોર મોર ઇયર્સ’ નામના શીર્ષક વાળા 107 સેકન્ડનો આ વીડિયો મોદી અને ટ્રમ્પના ફુટેજ સાથે શરૂ થાય છે, જેમાં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હ્યૂસટનના એનઆરજી સ્ટેડિયમમાં થયેલ ‘હાઉદી મોદી’ કાર્યક્રમમાં હાથમાં હાથ લઇ ચાલી રહ્યા હતા.

આ પણ વાંચો: પત્ર વિવાદ પછી સોનિયા ગાંધીની કોંગ્રેસ પ્રમુખપદેથી રાજીનામુ આપવા તૈયારી

મોદીએ ભાષણમાં ટ્રમ્પની ઘણી પ્રશંસા કરી હતી

‘હાઉદી મોદી’ કાર્યક્રમ દરમિયાન વિશ્વના બે મોટા લોકતાંત્રિક દેશના નેતાઓએ 50,000થી વધુ સંખ્યામાં આવેલા ભારતીય-અમેરિકાનોને સંબોધિત કર્યા હતા. અમેરિકામાં પોતાના હજારો સમર્થકો વચ્ચે મોદીએ એ ભાષણમાં ટ્રમ્પની ઘણી પ્રશંસા કરી હતી. ‘ટ્રમ્પ વિક્ટ્રી ઇન્ડિયન અમેરિકન ફાઇનાન્સ કમેટી’ના સહ- અધ્યક્ષ અલ મેસને વીડિયાને બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. PM મોદી ભારતીય-અમેરિકન વચ્ચે ઘણા લોકપ્રિય છે.