Gujarat Exclusive > દેશ-વિદેશ > Debate 2020: ભારતની હવા ખરાબ, ડિબેટમાં બોલ્યા મોદીના ‘મિત્ર’ ડોનાલ્ડ ટ્રમ્પ

Debate 2020: ભારતની હવા ખરાબ, ડિબેટમાં બોલ્યા મોદીના ‘મિત્ર’ ડોનાલ્ડ ટ્રમ્પ

0
75
  • US રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા ટ્રમ્પ અને બિડેન વચ્ચે અંતિમ ડિબેટ US Presidential Debate
  • ચીન, કોરોના અને વૅક્સીન જેવા મુદ્દે ટ્રમ્પ-બિડેન સામસામે US Presidential Debate

US Presidential Debate: અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ (Donald Trump) અને જો બિડેન (Joe Biden) વચ્ચે 3 નવેમ્બરે યોજાનારી રાષ્ટ્રપતિ પદની ચૂંટણી (Presidential Election) પહેલા આજે અંતિમ વખત ડિબેટ (US Presidential Debate) થઈ. કોરોના સંકટ વચ્ચે અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. US Presidential Debate

આ ડિબેટ (US Presidential Debate) દરમિયાન ટ્રમ્પે ક્લાઈમેટ ચેન્જનો (Climate Change) ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, ચીનને જુઓ, તે કેટલું ગંદુ છે. રશિયા અને ભારત જુઓ, ત્યાંની હવા કેટલી ખરાબ છે. હકીકતમાં ટ્રમ્પ અને ડેમોક્રેટિક પાર્ટીના તેમના હરિફ ઉમેદવાર જો બિડેનમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે અંતિમ વખત સત્તાવાર ડિબેટ થઈ હતી.

પ્રેસિડેન્શિયલ ડિબેટ (US Presidential Debate) દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારતનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, ક્લાઈમેન્ટ ચેન્જની લડાઈમાં ભારતનો રેકોર્ડ બેહદ ખરાબ છે. જ્યારે અમેરિકા કાયમ એર ક્વાલિટીનું ધ્યાન રાખે છે.

આખરી ડિબેટમાં (US Presidential Debate) ટ્રમ્પે કોરોના વૅક્સીન (Corona Vaccine) તૈયાર હોવાનો દાવો કર્યો અને કહ્યું કે, થોડા સપ્તાહમાં તેની જાહેરાત કરી દેવામાં આવશે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે, અમારી પાસે વૅક્સીન છે, જે આવવા માટે તૈયાર છે. તેની થોડા અઠવાડિયામાં જાહેરાત કરવામાં આવશે અને તેનું વિતરણ કરાશે.

ટ્રમ્પે દાવો કર્યો કે, તેમણે વૈશ્વિક મહામારીનો સામનો કરવાની દિશામાં સારુ કામ કર્યું છે. જેના પર બિડેને કહ્યું કે, ટ્રમ્પ પાસે કોઈ નક્કર યોજના નથી. તેમણે કહ્યું કે, ટ્રમ્પ હંમેશા કહે છે કે, લોકો કોરોના સાથે જીવતા અને મરતા શીખી રહ્યાં છે. બિડેને કહ્યું કે, હું કોરોનાની સમસ્યાનો સામનો કરીશ અને સમાધાન મેળવીશ. કોરોનાના કારણે બે લાખથી વધુ અમેરિકન લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આથી ટ્રમ્પને ચૂંટણી માટે ગેરલાયક ઠેરવવા જોઈએ.

અમેરિકન યુનિવર્સિટી જૉન હૉપકિન્સ અનુસાર, અમેરિકામાં કોરોના સંક્રમિતોનો આંકડો 80 લાખથી વધુ પહોંચ્યો છે. જ્યારે 2,23,000 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. US Presidential Debate

આ પણ વાંચો: મધ્ય પ્રદેશ હાઈકોર્ટનો ચૂંટણી પ્રક્રિયામાં હસ્તક્ષેપ, EC પહોંચ્યું સુપ્રીમ કોર્ટ

ઑનલાઈન ડિબેટ (US Presidential Debate) કરવાનો ટ્રમ્પે ઈન્કાર કર્યા બાદ 15 ઓક્ટોબરે યોજાનારી બીજી ડિબેટને રદ્દ કરી દેવામાં આવી હતી. ટ્રમ્પના કોરોના સંક્રમિત થવાના કારણે બિડેન પ્રત્યક્ષ ડિેબેટ કરવાને લઈને ચિંતિત હતા.

શું ચીન ચૂકવશે કોરોનાની કિંમત? US Presidential Debate
ચીનમાં કોરોનાનો પ્રથમ કેસ આવ્યા બદલ તેને ક્યા પ્રકારની સજા આપશો? આ પ્રશ્નનો જવાબ આપતા બિડેને કોરોનાની જગ્યાએ વેપાર અને ફાઈનાન્સની વાત કરતા કહ્યું કે, હું ચીન સાથે ઈન્ટરનેશનલ નિયમો અનુસાર ચાલીશ. જ્યારે ટ્રમ્પે કહ્યું હતું કે, ચીનને તેની કિંમત ચૂકવવી પડશે.

અગાઉ બન્ને નેતાઓ વચ્ચે ગત મહિને યોજાયેલી પ્રથમ ડિબેટમાં કોરોના, જાતિય ભેદભાવ, અર્થ વ્યવસ્થા અને ક્લાઈમેટ ચેન્જ જેવા મુદ્દાઓ પર ઉગ્ર ચર્ચા થઈ હતી. જણાવી દઈએ કે, અમેરિકામાં 3 નવેમ્બરે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી થવા જઈ રહી છે. US Presidential Debate