Gujarat Exclusive > The Exclusive > રાષ્ટ્રપતિ ટ્રમ્પનો નિર્ણય, હવેથી વિદેશી પ્રોફેશનલ્સને નહીં રાખી શકે અમેરિકન કંપનીઓ

રાષ્ટ્રપતિ ટ્રમ્પનો નિર્ણય, હવેથી વિદેશી પ્રોફેશનલ્સને નહીં રાખી શકે અમેરિકન કંપનીઓ

0
136
  • ટ્રમ્પનો આદેશ, અમેરિકોને જ નોકરીએ રાખો

  • ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલા ભારતીયોની આશા પર પાણી ફરી વળ્યું

  • અમેરિકનોને રિપ્લેશ નહીં કરી શકે કંપનીઓ

વૉશિંગ્ટન: અમેરિકામાં નોકરી કરવાનું સપનું જોનારા ભારતીય આઈટી પ્રોફેશનલ્સને (Indian IT Professionals) રાષ્ટ્રપતિ (US President) ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) મોટો ફટકો આપ્યો છે. ટ્રમ્પે એક આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. જે અંતર્ગત હવે અમેરિકન નાગરિકો દ્વારા વિદેશી પ્રોફેશનલ્સને કામ પર રાખવા પર રોક લગાવી દેવામાં આવી છે.

એક મહિના પહેલા કરી હતી જાહેરાત
અમેરિકામાં આ વર્ષે રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી થવા જઈ રહી છે. જેને ધ્યાનમાં રાખીને ટ્રમ્પ ઓથોરિટીએ અમેરિકન પ્રોફેશનલ્સના હિતોની સુરક્ષા કરવાના નામે 23 જૂને જ આ વર્ષના અંત સુધી H-1B વિઝા અને વિદેશી કામદારોના અમેરિકામાં કામ કરવા માટે જરૂરી અન્ય વિઝાને સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી હતી. જેના એક મહિના બાદ આ આદેશ જાહેર કરવામાં આવ્યો છે.

અમેરિકાના શ્રમ મંત્રાલયે આ નિર્ણય અંગે જણાવ્યું કે, H-1B વિઝાના નામે થતાં ફ્રોડને રોકવા અને અમેરિકોના હિતોની સુરક્ષા માટે આ પગલુ ભરવામાં આવ્યું છે. ચૂંટણીના વર્ષમાં ટ્રમ્પનું આ પગલું અમેરિકન કામદારો માટે મદદગાર માનવામાં આવી રહ્યું છે. જો કે એવા લોકોની આશા પર પાણી ફરી વળ્યું છે, જે H-1B વિઝા પર અમેરિકામાં નોકરીનું સપનૂ જોઈ રહ્યાં હતા.

આ પણ વાંચો: બિડેને આપ્યું વચન- રાષ્ટ્રપતિ બનીશ તો H1-B વિઝા પરથી રોક હટાવીશ

શું છે H-1B વીઝા?
→ અમેરિકાની કોઈ કંપની કોઈ વિદેશીને નોકરી આપવા માંગતી હોય, તો કર્મી H1B વિઝા લઈને જ ત્યાં કરી શકે.

→ H1-B વિઝા 2 વર્ષ માટે અપાય છે. જેને વધુમાં વધુ 6 વર્ષ સુધી લંબાવી શકાય છે.

→ H1-B સમાપ્ત થયા બાદ અરજદાર અમેરિકાની નાગરિક્તા માટે અરજી કરી શકે. જે બાદ તેને ગ્રીન કાર્ડ અપાય છે.

→ જો H1-B વિઝા સમાપ્ત થયા બાદ પણ ગ્રીનકાર્ડ ન મળે તો તેને આગામી એક વર્ષ સુધી અમેરિકાની બહાર રહેવું પડશે અને પછી ફરીથી H1-B વિઝા માટે અરજી કરવાની રહે છે.

→ આ વિઝા કામ કરવા અને અમેરિકામાં કાયમી નાગરિક્તા માટે પણ અપાય છે. જો કે અરજકર્તાએ પોતાના H1-B વિઝા સમાપ્ત થયા પહેલા ગ્રીન કાર્ડ માટે અરજી કરવી પડશે

→ H1-Bનો સૌથી મોટો ફાયદો એ છે કે, તેના માટે કોઈ પણ વિદેશી અરજી કરી શકે છે. આ વિઝા અંતર્ગત વિઝાધારક પોતાના બાળકો અને પતિ/પત્નીને અમેરિકા લાવી શકે છે.

→ H1-B વિઝા બાદ કાયમી નાગરિક્તા માટે અરજી કરી શકાય છે. આ માટે માત્ર બેચલર ડિગ્રી અને કોઈ અમેરિકન કંપનીના ઓફર લેટરની જરૂર પડે છે.

વિઝા પર રોકના આદેશને કોર્ટમાં પડકાર
તાજેતરમાં અમેરિકાની 5 મોટી વેપારી સંસ્થાઓએ પણ H-1B સહિત નૉન-ઈમિગ્રેશન વિઝા પર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશને કોર્ટમાં પડકાર્યો હતો. આ સંસ્થાઓએ એવો તર્ક રજૂ કર્યો હતો કે, વિદેશી પ્રોફેશનલ્સને વિઝા ના આપવા અમેરિકન વેપારને પ્રતિભાથી વંચિત રાખનારું પગલું છે.

આ પણ વાંચો: કેવા સંજોગોમાં CBI કરી શકે છે સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ?

ગ્રીન કાર્ડ મેળવવામાં પણ નિરાશા
બીજી તરફ એક સાંસદના જણાવ્યા પ્રમાણે, ગ્રીન કાર્ડ માટે પણ ભારતીયોનો બેકલૉગ એટલો વધી ગયો છે કે, હવે આ કાર્ડને મેળવવા માટે 195 વર્ષની રાહ જોવી પડી શકે છે. જણાવી દઈએ કે, આ કાર્ડ મળવાથી અમેરિકામાં કાયમી વસવાટ કરવાની અને કામ કરવાની મંજૂરી મળી જાય છે. અમેરિકામાં કામ કરી રહેલા 6 લાખ ભારતીયો ગ્રીનકાર્ડની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં કામ કરનારા મોટાભાગના ઈન્ડિયન IT પ્રોફેશનલ્સ આજ વિઝા પર અહીં આવે છે. અમેરિકન ટેક કંપનીઓ દર વર્ષે આ વિઝા પર ભારત અને ચીન સહિત અન્ય દેશોમાંથી હજારો કર્મચારીઓને નોકરી પર રાખે છે.