Gujarat Exclusive > દેશ-વિદેશ > કાર્યકાળના અંતિમ દિવસોમાં ટ્રમ્પની મુશ્કેલી વધી, બીજી વખત મહાભિયોગ પ્રસ્તાવ પાસ

કાર્યકાળના અંતિમ દિવસોમાં ટ્રમ્પની મુશ્કેલી વધી, બીજી વખત મહાભિયોગ પ્રસ્તાવ પાસ

0
101

US President Donald Trump Impeachment: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર બુધવારે અમેરિકી સંસદ દ્વારા બીજી વખત મહાભિયોગ ચલાવવાના પ્રસ્તાવ પાસ થઈ ગયો છે. ટ્રમ્પ પર યુએસ કેપિટલ હિલમાં તાજેતરમાં ભીડને ઉશ્કેરીને હિંસા (US Capitol Hill Violence) ફેલાવવાનો આરોપ લાગ્યો હતો. ટ્રમ્પ એકમાત્ર અમેરિકન રાષ્ટ્રપતિ (US President) છે, જેમના વિરુદ્ધ બે વખત મહાભિયોગની (Trump Impeachment) કાર્યવાહી કરવામાં આવી હોય.

ટ્રમ્પના વિરુદ્ધ મહાભિયોગને (Trump Impeachment) મંજૂરી આપવા માટે 10 રિપબ્લિકન્સે પણ ડેમોક્રેટ્સનો સાથ આપ્યો હતો. મીડિયા રિપોર્ટ મુજબ, અમેરિક સદનના મોટાભાગના સભ્યોએ ટ્રમ્પ પર મહાભિયોગ ચલાવવા માટે વોટ આપ્યો છે.

સંસદની કાર્યવાહી દરમિયાન હાઉસ સ્પીકર નેન્સી પેલોસીએ અબ્રાહમ લિંકન અને બાઈબલને યાદ કરતા, સંસદના સભ્યોને અપીલ કરી હતી કે, તેઓ તમામ સંવિધાનની રક્ષા માટે પોતાની શપથને યાદ રાખે. ટ્રમ્પને (Donald Trump) હવે જવું જ જોઈએ. તેઓ રાષ્ટ્ર માટે એક મોટો ખતરો છે, જેને આપણે સૌ પ્રેમ કરીએ છીએ.

ટ્રમ્પ (Donald Trump) વિરુદ્ધ જૈમી રસ્કિન, ડેવિડ સિસિલિને અને ટેડ લિયુ જેવા સાંસદોએ મહાભિયોગનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે. જેને સોમવારે રજૂ કરવામાં આવ્યો હતો. ઐતિહાસિક બીજા મહાભિયોગ પર ચર્ચા બાદ પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો. 197ની સામે 232 વોટોથી મહાભિયોગ (Trump Impeachment) પ્રસ્તાવ પાસ થઈ ગયો. 10 રિપબ્લિકન સાંસદોએ પણ મહાભિયોગના સમર્થનમાં વોટ આપ્યો છે. હવે સીનેટ 19 જાન્યુઆરીએ આ પ્રસ્તાવ લાવશે.

આ પણ વાંચો:  રાજકોટ LCB PSIની ઓળખ આપી ફ્લિપકાર્ટના આસીસ્ટન્ટ મેનેજર સાથે ઠગાઈ

જણાવી દઈએ કે, અગાઉ પ્રતિનિધિ સભાએ 18 ડિસેમ્બર, 2019ના રોજ ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગનો (Trump Impeachment) પ્રસ્તાવ પાસ કર્યો હતો. જો કે રિપબ્લિકન પાર્ટીના બહુમત વાળા સીનેટે ફેબ્રુઆરી 2020માં તેમને આરોપોથી નિર્દોષ ઠેરવ્યા હતા. આ દરમિયામ આરોપ લગાવવામાં આવ્યો હતો કે, ટ્રમ્પે યુક્રેનના રાષ્ટ્રપતિ પર દબાણ કર્યું હતું કે, તેઓ બાઈડેન અને તેના પુત્ર વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપોની તપાસ કરાવે.

મહાભિયોગ (Trump Impeachment) પર વૉટિંગ શરૂ થયા પહેલા અમેરિકન રાષ્ટ્રપતિ (US President) ડોનાલ્ડ ટ્રમ્પે એક વીડિયો સંદેશ શેર કરતા કેપિટલ હિલ હિંસાની નિંદા કરી લોકોને એકજૂટ રહેવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે, તમારી વિચારધારા ગમે તે હોય, તમે રિપબ્લિક હોવ કે ડેમોક્રેટ્સ, પરંતુ હિંસા કોઈ હિસાબે સાંખી નહીં લેવાય. જે લોકો ગત સપ્તાહે કેપિટલ હિલ પર હુમલામાં સામેલ હતા. તેમના વિરુદ્ધ કાર્યવાહી થશે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9