Gujarat Exclusive > દેશ-વિદેશ > વ્હેલના મોઢામાં 40 સેકન્ડ રહીને પાછો આવ્યો વ્યક્તિ, મોતને આપી માત

વ્હેલના મોઢામાં 40 સેકન્ડ રહીને પાછો આવ્યો વ્યક્તિ, મોતને આપી માત

0
109

અમેરિકાનાં મેસેચ્યુસેટ્સમાં એક આશ્ચર્યજનક ઘટના બની, અહીં એક વ્યક્તિને વિશાળ વ્હેલ ગળી ગઇ હતી, જો કે લગભગ 40 સેકન્ડ સુધી આ વ્યક્તિ વ્હેલનાં મુખમાં રહ્યો, તે પછી માછલીએ તેને ઉલટી કરીને બહાર ફેંકી દીધો. 56 વર્ષીય માઇકલ પૈકર્ડ છેલ્લા 40 વર્ષથી લોબસ્ટર ડાઇવરનું કામ કરી રહ્યા છે, તે સમુદ્રમાં વિવિધ પ્રકારમાં જીવોને પકડે છે અને તેને માર્કેટમાં વેંચીને જીવન ગુજર કરે છે.

શુક્રવારે માઇકલ પૈકર્ડ સવારે Herring Cove Beachમાં તે સમુદ્રની સપાટીથી 30 ફિટ નીચે પાણીમાં હતા, ત્યારે પૈકર્ડને લાગ્યું કે તેમની સામે બધુ અંધકારમય બની ગયું છે અને તે વ્હેલનાં લાંબા શ્વાસ દ્વારા તેના મુખમાં જઇ રહ્યા છે. તે સમયે તેઓ પોતાના પરિવાર અંગે ચિતિંત બન્યા.

બાદમાં તેમને અનુભવ્યું કે વ્હેલનો દાંત વાગ્યો ન હતો કે અન્ય કોઇ પણ પ્રકારની ઇજા થઇ ન હતી. તેથી તેઓ વ્હેલનાં મોઢામાંથી બહાર નિકળવાની કોશિશ કરવા લાગ્યા. વ્હેલ તેનું માંથુ હલાવવા લાગી અને 40 સેકન્ડ બાદ વ્હેલે ઉલટી કરીને તેમણે બહાર ફેંકી દીધા હતા. જ્યારે તે બહાર આવ્યા તો તેમણે ફરી અજવાળું જોતા તેમને રાહત થઈ હતી. તે પછી તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા જ્યાં હાલમાં તેમની સારવાર ચાલી રહી છે.

આ અંગે જુક રોબિન્સન નામનાં એક નિષ્ણાતનું કહેવું છે કે બની શકે કે વ્હેલ હજુ નાની હોય અથવા આ બધુ ભુલથી થયું હોય. તેમનાં મતે આવી ઘટના આ પહેલા તેમણે ક્યારેય જોઇ કે સાંભળી નથી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat