Gujarat Exclusive > દેશ-વિદેશ > ટ્રમ્પનો ભારતને મોટો આંચકો, NRI માટેનું “વંદે ભારત મિશન” રદ કર્યું

ટ્રમ્પનો ભારતને મોટો આંચકો, NRI માટેનું “વંદે ભારત મિશન” રદ કર્યું

0
750
  • કોરોનાને કારણે વિદેશોમાં ફસાયેલાં ભારતીયોને દેશમાં પરત લવાતા 
  • વંદે ભારત મિશન અંતર્ગતની એર ઇન્ડીયાની ફ્લાઇટો પર પ્રતિબંધ

નવી દિલ્હી: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય આઇટી વ્યવસાયો વચ્ચે લોકપ્રિય H-1B વિઝાની સાથે અન્ય વિદેશ કાર્ય વિઝા જારી કરવા પર આ વર્ષનાં અંત સુધી પ્રતિબંધ લગાવવાની ઓફિશીયલ જાહેરાત કરી દીધી છે. ત્યારે એવામાં ટ્રમ્પ દ્વારા ભારતને ઝટકો લાગ્યાં બાદ અમેરિકાએ ભારતનાં મોટા મિશનને પણ પોતાને ત્યાં બૈન એટલે કે પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી છે.

અમેરિકાએ જણાવ્યું કે, “એર ઇન્ડિયા વંદે ભારત મિશન અંતર્ગત ઉડાન ભરી રહ્યું હતું પરંતુ અમેરિકન વિમાની કંપનીઓનાં ચાર્ટર્ડ વિમાનોને ભારત-અમેરિકા માર્ગ પર અવરજવરની મંજૂરી આપી રહ્યું નથી. તેનાં ભાગરૂપે અમેરિકાએ 22 જૂલાઇથી વંદે ભારત મિશન હેઠળની ફ્લાઇટની ઉડાન પર પ્રતિબંધ લગાવી દીધો છે.”

આ પણ વાંચોઃ ટ્રમ્પે H1-B વિઝા સસ્પેન્ડ કરી દીધા, જાણો ક્યાં સુધી આદેશ લાગુ રહેશે

વંદે-ભારત મિશન અંતર્ગત એર ઇન્ડીયા ખુદ ઉડાણ ભરી રહ્યું છે: અમેરિકા

હકીકતમાં અમેરિકાએ ભારત સરકાર દ્વારા અમેરિકી વિમાનની કંપનીઓનાં ચાર્ટર્ડ વિમાનોને ભારત-અમેરિકા માર્ગ પર પરિચાલનની પરવાનગી નહીં આપવા માટે “ભેદભાવપૂર્ણ અને પ્રતિબંધાત્મક” કરાર કર્યો છે.

તેઓનું કહેવું છે કે, “એર ઇન્ડીયા વંદે-ભારત મિશન અંતર્ગત ખુદ ઉડાણ ભરી રહ્યું છે. અમેરિકાનાં પરિવહન વિભાગ (DOT) નાં ઓફિશીયલ નિવેદનમાં સોમવારનાં રોજ જણાવ્યું કે, “તેને ધ્યાનમાં રાખતા એર ઇન્ડીયાનાં કોઇ પણ ચાર્ટર્ડ વિમાનને ભારત-અમેરિકા માર્ગ પર 22 જુલાઇથી ત્યાં સુધી ફ્લાઇટની મંજૂરી નહીં આપવામાં આવે કે જ્યાં સુધી વિભાગ ખાસ રીતે આની મંજૂરી ના આપી દે.”

DOTએ પોતાનાં આદેશમાં કહ્યું કે, “તેઓ આ પગલું લઇ રહ્યાં છે કારણ કે ભારત સરકારે અમેરિકી વિમાનોનાં પરિચાલન અધિકારને વિક્ષેપિત કરી દીધેલ છે અને તે અમેરિકી વિમાનોની સાથે ભેદભાવપૂર્ણ અને પ્રતિબંધાત્મક વલણ અપનાવી રહ્યું છે.”

આ પણ વાંચોઃ જગન્નાથ મંદિરમાં ગૃહમંત્રી પ્રદીપસિંહે IPS વિશ્વકર્માને કહ્યું, પોલીસને કહો ભક્તો પર લાકડીનો પ્રયોગ ના કરે

વિદેશમાં ફસાયેલા નાગરિકોને પરત લાવવા એર ઇન્ડીયા દ્વારા મિશન શરૂ

આપને જણાવી દઇએ કે ભારતમાં કોરોના વાયરસની મહામારીનો ધ્યાનમાં રાખીને 25 માર્ચથી તમામ નિર્ધારિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવી છે. એર ઇન્ડીયાએ વંદે ભારત મિશન અંતર્ગત 6 મેથી આંતરરાષ્ટ્રીય ચાર્ટર્ડ વિમાન સેવા શરૂ કરી જેથી વિદેશમાં ફસાયેલા નાગરિકોને પરત લાવી શકાય.

એર ઇન્ડીયાએ ભારત-અમેરિકાનાં માર્ગ પર આ સેવા 18 મેનાં રોજ શરૂ કરી હતી અને બંને તરફની ટિકીટો વેચાઇ ચૂકી છે. ભારતથી અમેરિકાની યાત્રા માટે ટિકીટોનું વેચાણ એર ઇન્ડીયાની વેબસાઇટથી થઇ હતી જ્યારે અમેરિકાથી ભારતની યાત્રા માટે ટિકીટો અમેરિકામાં ભારતીય દૂતાવાસ સાથે સંપર્ક કરીને ખરીદવાની જોગવાઇ કરી છે.

આ પણ વાંચોઃ બોર્ડર પર ભારત અને ચીન વચ્ચે સંમત્તિ, બંને દેશોની સેના પાછળ હટવા તૈયાર

6 મેથી ભારતે આંતરરાષ્ટ્રીય ચાર્ટર્ડ વિમાનની સેવા શરૂ કરી

ઉલ્લેખનીય છે કે, ભારતે વંદે ભારત મિશન અંતર્ગત 6 મેથી આંતરરાષ્ટ્રીય ચાર્ટર્ડ વિમાની સેવા શરૂ કરી છે કારણ કે વિદેશમાં ફસાયેલા નાગરિકોને સ્વદેશ લાવી શકાય. એર ઇન્ડિયાએ ભારત-અમેરિકા માર્ગ પર આ સેવા 18 મેથી શરૂ કરી હતી અને બંન્ને તરફથી ટિકિટોનું પણ વેચાણ થઇ ચૂક્યું છે.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.