Gujarat Exclusive > દેશ-વિદેશ > કોરોના મહામારી વારંવાર આવશે, ભવિષ્યમાં ‘કોવિડ-26’ અને ‘કોવિડ-32’નો સામનો કરવા તૈયાર રહો!

કોરોના મહામારી વારંવાર આવશે, ભવિષ્યમાં ‘કોવિડ-26’ અને ‘કોવિડ-32’નો સામનો કરવા તૈયાર રહો!

0
86

નવી દિલ્હી: કોરોના વાઈરસની ઉત્પત્તિને લઈને વિશ્વમાં બે પ્રકારની સંભાવનાઓ પર ચર્ચા ચાલી રહી છે. એક કે તે જાનવરોમાંથી મનુષ્યોમાં આવ્યો અને બીજુ કે તેને ચીનની વુહાન લેબમાં તૈયાર કરવામાં આવ્યો. ટ્રમ્પ સરકારમાં ફૂડ એન્ડ ડ્રગ ઑથોરિટી (FDA)ના કમિશનર રહી ચૂકેલા અને હવે અમેરિકન દવા કંપની ફાઈઝરના બોર્ડમાં સભ્ય સ્કાટ ગોટલીબનું કહેવું છે કે, જે જાણકારી સામે આવી રહી છે, કોરોના વાઈરસના ચીનની લેબમાં તૈયાર કરવાની સંભાવનાને વધારે મજબૂત કરે છે. Corona Pandemic

CBS ન્યૂઝના “ફેસ ધી નેશન” કાર્યક્રમમાં ગોટલીબે કહ્યું કે, ચીને હજુ સુધી એવા કોઈ પુરાવા આપ્યા નથી, જે તેની લેબમાં કોરોના વાઈરસ તૈયાર કરવાની સંભાવનાને નકારતા હોય. જ્યારે અત્યાર સુધીની તપાસમાં એવા કોઈ તથ્ય નથી મળ્યા, જે જાનવરોમાંથી માણસોમાં વાઈરસ ફેલાવવાની સંભાવનાને મજબૂત કરતી હોય. કોરોના વાઈરસની ઉત્પત્તિને લઈને ચીનનો સહયોગ ખૂબ જ જરૂરી છે.

બીજી તરફ ટેક્સાસ ચિલ્ડ્રન હોસ્પિટલ સેન્ટર ફોર વૅક્સિન ડેવલોપમેન્ટના કો-ડિરેક્ટર પીટર હોત્જેએ NBCની “મીટ ધી પ્રેસ” કાર્યક્રમમાં કહ્યું કે, જ્યાં સુધી આપણે કોવિડ-19ની ઉત્પત્તિને પૂરી રીતે સમજી ના લઈએ, ત્યાં સુધી કોવિડ-26 અને કોવિડ-32 પણ આવતી રહેશે.

કોરોના વાઈરસના સામે આવ્યાને લગભગ દોઢ વર્ષ થઈ ગયા છે, પરંતુ હજુ સુધી તેની ઉત્પત્તિની જાણકારી નથી મળી શકી. અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડને ઈન્ટીલિજન્સ એજન્સીઓને 3 મહિનાની અંદર તપાસ કરીને રિપોર્ટ સોંપવાનો આદેશ આપી દીધો છે.

આ પણ વાંચો:  ચીનમાં ફરીથી કોરોના સંકટથી સરકાર સતર્ક, ગુઆંગઝાઓમાં 27 કેસ મળતાં 519 ફ્લાઈટો રદ્દ Corona Pandemic

વૉલ સ્ટ્રીટ જર્નલના ગત સપ્તાહે એક રિપોર્ટમાં કહ્યું હતું કે, નવેમ્બર-2019માં ચીનના વુહાનની લેબમાં કામ કરનારા 3 વૈજ્ઞાનિકોમાં કોરોના વાઈરસથી સંક્રમણના લક્ષણો જોવા મળ્યા હતા. જેના લગભગ એક મહિના બાદ ચીનમાં આ વાઈરસ મળી આવવાની જાહેરાત કરી હતી.

પીટરે કહ્યું કે, કોરોના વાઈરસની ઉત્પત્તિની તપાસ કરવા માટે ચીનના હુબઈં પ્રાંતમાં વૈજ્ઞાનિકો, મહામારી એક્સપર્ટો, વાઈરસ સાયન્સ એક્સપર્ટોને ઓછામાં ઓછા 6 મહિનાથી એક વર્ષ સુધી રહીને ઊંડી તપાસ કરવાની જરૂર છે. Corona Pandemic

અગાઉ પણ અનેક વૈજ્ઞાનિકો તપાસની આવશ્યક્તા વ્યક્ત કરી ચૂક્યાં છે. વિશ્વના તમામ દેશો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન WHO દ્વારા નવેસરથી તપાસની માંગ કરી રહ્યાં છે. WHOએ પોતાની પ્રથમ રિપોર્ટમાં પણ વિસ્તૃત તપાસની વાત કહી હતી. આમ છતાં ચીન મક્કમ છે. ચીન સતત લેબમાંથી વાઈરસ લીક થયાની દલીલને ફગાવતુ આવ્યું છે, પરંતુ સચ્ચાઈની તપાસ કરવા માટે પોતાના દેશમાં તપાસની મંજૂરી પણ નથી આપતું. ચીનના આ બેવડા વલણથી દુનિયાને લાગે છે કે, કોરોના વાઈરસ પ્રાકૃતિક નહીં, પરંતુ કુત્રિમ છે અને તેની પાછળ ચીનનો હાથ છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat