Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > એલન મસ્કની ‘ટેસ્લા’ની ભારતમાં એન્ટ્રી, બેંગલુરુમાં કરાવ્યું રજિસ્ટ્રેશન

એલન મસ્કની ‘ટેસ્લા’ની ભારતમાં એન્ટ્રી, બેંગલુરુમાં કરાવ્યું રજિસ્ટ્રેશન

0
256

Tesla Motors India: અમેરિકાની ઈલેક્ટ્રીક કાર (US electric Car Giant Manufacturer) બનાવનારી એલન મસ્કની (Elon Musk) જાણીતી કંપની ટેસ્લાની (Tesla) હવે ભારતમાં એન્ટ્રી થઈ ગઈ છે. ટેસ્લા અહીં લગ્ઝરી ઈલેક્ટ્રીક કારોનું (Tesla Electric Car) નિર્માણ અને વેચાણ કરશે. ટેસ્લાએ સત્તાવાર રીતે બેંગલુરુમાં રજિસ્ટ્રેશન કરાવ્યું છે. કંપનીની ઓફિસ બેંગલુરુ ક્લબ સામે રિચમન્ડ સર્કલ જંક્શન પર આવેલી છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, કંપનીએ (Tesla Motors India) 1.5 કરોડની મૂડી સાથે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ (BS Yediyurappa) ટેસ્લાનું સ્વાગત કર્યું છે. જ્યારે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, કર્ણાટક ગ્રીન મોબિલિટી તરફ ભારતની યાત્રાનું નેતૃત્વ કરશે. ઈલેક્ટ્રિક વાહનો બનાવતી કંપની (US electric Car Giant Manufacturer) ટેસ્લા ટૂંક સમયમાં બેંગલુરુમાં રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ યુનિટ સાથે પોતાનો કારોબાર શરૂ કરશે. હું એલન મસ્કનું (Elon Musk) ભારતમાં સ્વાગત કરુ છુ.

કોર્પોરેટ બાબતોના મંત્રાલયના જણાવ્યા મુજબ, ટેસ્લા ઈન્ડિયા મોટર્સ એન્ડ એનર્જી પ્રાઈવેટ લિમિટેડ (Tesla India Motors) 8 જાન્યુઆરીએ બેંગલુરુમાં રજિસ્ટ્રેશન કરાઈ હતી. વૈભવ તનેજા, વેંકટરંગમ શ્રીરામ અને ડેવિડ જૉન ફેસ્ટિંન તેના ડિરેક્ટર છે. તનેજા ટેસ્લામાં CFO છે. જ્યારે ફેસ્ટિંન ટેસ્લામાં ગ્લોબલ સીનિયર ડિરેક્ટર, ટ્રેડ માર્ક એક્સેસ છે. આ વર્ષથી ટેસ્લા પોતાનું કામકાજ શરૂ કરી દેશે.

આ પણ વાંચો:  IDBI બેંકના લોકરમાંથી ₹ 16 લાખના દાગીનાની ચોરી, બેંક કર્મચારી પર શંકા

જણાવી દઈએ કે, ભારતમાં ટેસ્લાના (Tesla India Motors) આવવાની અટકળો ગયા વર્ષથી જ હતી. ટેસ્લાના CEO એલન મસ્કે (Elon Musk) ઑક્ટોબરમાં એક ટ્વીટમાં કહ્યું હતું કે, તેમની કંપની 2021માં ભારતીય માર્કેટમાં પ્રવેશ કરશે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પણ આ વાતની પુષ્ટી કરતા કહ્યું હતું કે, ટેસ્લા (Tesla) આગામી વર્ષે ભારતમાં પોતાનું કામકાજ શરૂ કરશે. ભારતમાં આગામી 5 વર્ષમાં વિશ્વના સૌથી મોટા ઈલેક્ટ્રીક વાહન ઉત્પાદક બનવાની ક્ષમતા છે.

ભારતના લગભગ 8 લાખ કરોડના ક્રૂડ ઓઈલની આયાતના બજેટને ઓછુ કરવા માટે નીતિન ગડકરી સતત ગ્રીન ફ્યૂઅલ અને ઈલેક્ટ્રીક વાહનોના ઉપયોગ પર ભાર મૂકવાની વાત કરતાં રહ્યાં છે. સરકાર દરેક પેટ્રોલ પંપ પર એક ઈલેક્ટ્રીક ચાર્જિંગ કિયોસ્ક લગાવવાની તૈયારી કરી રહી છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9