Gujarat Exclusive > આપણી જરૂરિયાત > રોજગાર > હજારો ભારતીયોને લાભ પહોંચાડનાર US સિટિઝન્શિપ બિલ અમેરિકી સંસદમાં રજૂ

હજારો ભારતીયોને લાભ પહોંચાડનાર US સિટિઝન્શિપ બિલ અમેરિકી સંસદમાં રજૂ

0
88

ગ્રીન કાર્ડ માટે દાયકાથી રાહ જોઇ રહેલા ભારતીયોને થશે લાભ

વોશિંગ્ટનઃ હજારો ભારતીયોને લાભ પહોંચાડનાર અમેરિકન સિટિઝન્શિપ બિલ 2021 (US Citizenship Bill)યુએસ સંસદમાં રજૂ થવા થઇ ગયું. તેનાથી રોજગાર આધારિત ગ્રીન કાર્ડ મેળવવા અન્ય દેશના પ્રવાસીની સંખ્યા મર્યાદિત કરવા લગાવવામાં આવેલો પ્રતિબંધ ઊઠી જશે. પ્રમુખ જો બાઇડેનના આ પગલાંથી અમેરિકી આઈટી કંપનીઓમાં કામ કરતા હજારો ભારતીયોને લાભ થશે.

આ પણ વાંચોઃ SBIનો મેસેજઃ વહેલીતકે બેન્ક એકાઉન્ટ આધાર નંબર સાથે લિંક કરી લો

બાઇડેન ટ્રમ્પનો કાયદો પલટશે

આ બિલ સંસદમાં રજૂ કરી પ્રમુખ બાઇડન ટ્રમ્પ તંત્રના કાયદાને પલટી નાંખશે. તેમના આ પગલાંથી ગ્રીન કાર્ડ માટે 10 વર્ષ કરતા વધુ સમયથી રાહ જોઇ રહેલાં વ્યવસાયીઓને અમેરિકામાં કાયદેસર રીતે સ્થાયી થવાનો માર્ગ પણ મોકળો થઇ જશે. આ કાયદાથી સૌથી વધુ લાભ ભારતીયોને થશે. સેનેટર બોબ મેનેડેઝ સંસદમાં સાંસદ લિન્ડા સાંચેઝ પ્રતિવનિધિ સભામાં આ બિલ રજૂ કર્યું.

બિલ સંસદમાં પાસ થયા પછી વ્હાઇટ હાઉસમાં મોકલાશે

સંસદમાં આ બિલ (US Citizenship Bill)પાસ થયા પછી વ્હાઇટ હાઉસમાં મોકલવામાં આવશે. જ્યાં પ્રમુખ બાઇડન તેના પર હસ્તાક્ષર કરશે. બાઇડેને 20 જાન્યુઆરીએ શપત લેતા જ આ બિલ સંસદ માટે મોકલી દીધું હતું. તેના હેઠળ રોજગાર આધારિત પડતર વીઝાને મંજૂરી આપવામાં આવશે.

આ પણ વાંચોઃ બેંકિંગ ઈતિહાસની સૌથી મોટી ભૂલ, સિટી બેંક એક ઝાટકે ગુમાવ્યાં 6,554 કરોડ રૂપિયા

11 મિલિયન પ્રવાસીઓને નાગરિકતાની જોગવાઇ

આ બિલ (US Citizenship Bill)માં વિશ્વના અનેક દેશોના 11 મિલિયન પ્રવાસીઓને અમેરિકી નાગરિકતા આપવાની જોગવાઇ છે. આ નાગરિકો જે અમેરિકામાં ગેરકાયદે રહી રહ્યા છે.તેમના માટે 8 મહિનાની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat